fbpx
રાષ્ટ્રીય

એક સમયે ‘અન-બેંકેબલ’ ગણાતી મહિલાઓ ‘આવતીકાલની લખપતિઓ’ છે૧૦૦ ટકા ગ્રામીણ વસાહતોને તમામ ઋતુના માર્ગો સાથે કનેક્ટિવિટી સુલભ કરવા માટેના પ્રયાસો હાથ ધરવા જોઈએઃ કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે મંગળવારે મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યા બાદ વરિષ્ઠ અધિકારીઓ સાથે પોતાની બેઠકો ચાલુ રાખી હતી અને વિવિધ યોજનાઓની સમીક્ષા કરી હતી. કેન્દ્રીય મંત્રીએ યોજનાઓ માટે વિભાગીય કાર્યયોજનાના તમામ પાસાઓને સમજતાં સ્વસહાય જૂથો (એસએચજી)ને મજબૂત કરવા માટે કડક પગલાં લેવાનાં નિર્દેશો આપ્યાં હતાં. તેમણે કહ્યું કે ત્રણ કરોડ લખપતિ દીદીઓનો લક્ષ્યાંક તેમના માટે એક સ્વપ્ન સમાન છે અને તેમણે દરેકને ત્રણ વર્ષની સમયમર્યાદા પહેલા લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કામ કરવા હાકલ કરી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં રાજ્યના ગ્રામીણ વિકાસ પ્રધાનોની બેઠક યોજશે, જેથી લખપતિ દીદીની પહેલને વેગ મળે અને જો કોઈ સમસ્યા હોય તો તેનું નિરાકરણ લાવવા માટે રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. શ્રી ચૌહાણે દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (ડીએવાય-એનઆરએલએમ) હેઠળનાં પ્રયાસોની પ્રશંસા કરી હતી તથા મહિલા સ્વસહાય જૂથો દ્વારા નિમિર્ત ઉત્પાદનોનાં વેચાણ માટે બ્રાન્ડિંગ અને માર્કેટિંગનાં પ્રયાસોને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

કેન્દ્રીય મંત્રી શ્રી ચૌહાણે અવલોકન કર્યું હતું કે આ મહિલાઓને એક સમયે ‘બિન-બેંકેબલ’ માનવામાં આવતી હતી તે ‘આવતીકાલના લખપતિઓ’ છે અને સ્વ-સહાય જૂથો ગ્રામીણ ધિરાણની દાયકાની સમસ્યાને હલ કરવા માટે સારી રીતે તૈયાર છે – જે મહિલાઓની આગેવાની હેઠળના વિકાસનું સાચું ઉદાહરણ છે. મંત્રીશ્રીને જાણકારી આપવામાં આવી હતી કે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન બેંકોએ ૫૬ લાખથી વધારે મહિલા એસએચજીને રૂ. ૨,૦૬,૬૩૬ કરોડનાં ધિરાણનું વિતરણ કર્યું હતું – જે ર્વાષિક ધિરાણ સાથે સંબંધિત એસએચજીની સંખ્યામાં પાંચ ગણો વધારો દર્શાવે છે અને છેલ્લાં ૧૦ વર્ષ દરમિયાન ર્વાષિક ધિરાણ વિતરણમાં આશરે ૧૦ ગણો વધારો દર્શાવે છે.

પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (પીએમજીએસવાય)ની સમીક્ષા કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે, આ યોજના ગ્રામીણ ભારતનો ચહેરો બદલવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને વિકસિત ભારતની પ્રાપ્તિને સરળ બનાવવા માટે તેને આગળ વધારવાની જરૂર છે. તેમણે નિર્દેશ આપ્યો હતો કે, ૧૦૦ ટકા ગ્રામીણ વિસ્તારોનાં તમામ ઋતુનાં માર્ગો સાથે જોડાણની સુવિધા ઊભી કરવા પ્રયાસો કરવા જોઈએ. તેમણે ગ્રામીણ માર્ગોની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવેલા નવા પગલાંની પ્રશંસા કરી હતી અને તમામ સ્તરે આ પગલાંને વધારવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. શ્રી ચૌહાણે રાજ્યો સાથે તેમનાં સંપૂર્ણ ડિઝાઇન જીવનમાં ગ્રામીણ માર્ગની જાળવણીમાં સુધારો કરવા વધારે સંકલન સ્થાપિત કરવા અપીલ કરી હતી. તેમણે કાર્યક્રમમાં જનપ્રતિનિધિઓની સંડોવણીને મજબૂત કરવા માટે વધુ પગલાં લેવા સૂચના આપી હતી. આ બેઠકમાં ગ્રામ વિકાસ રાજ્યમંત્રી શ્રી કમલેશ પાસવાન, સચિવ શ્રી શૈલેષકુમાર સિંહ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts