વાયરલ ઓડિયો બાદ ઉત્તર પ્રદેશ સરકાર વધુ અલર્ટ, આયોધ્યાની સુરક્ષા વધુ કડક કરવામાં આવી
એક ગંભીર સમાચાર મળ્યા હતા કે જેમાં આતંકીઓ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે. આ અંગે જૈશ-એ-મોહમ્મદનો એક ઓડિયો પણ વાયરલ થયો હતો. આ વાયરલ ઓડિયો સામે આવ્યા બાદ યોગી આદિત્યનાથની આગેવાની વાળી રાજ્યની સરકારે અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દીધી છે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દેવાનો ઓડિયો સામે આવ્યા બાદ દેશની તપાસ એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે. અયોધ્યામાં શકમંદો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે
અને ભીડવાળા વિસ્તારોમાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. જણાવી દઇએ કે, આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદની ધમકી બાદ અયોધ્યા એલર્ટ મોડ પર છે. રામ મંદિરની સાથે મર્હષિ વાલ્મિકી એરપોર્ટ પર પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. અયોધ્યાના એસએસપી રાજ કરણ નેય્યરે એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી,
પરંતુ તેમણે આતંકવાદી સંગઠનના ખતરા અંગે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે જૈશ-એ-મોહમ્મદના ઓડિયો સંદેશમાં કહેવામાં આવ્યું છે કે, જે બાબરી મસ્જિદને તોડી રામ મંદિર બનાવવામાં આવ્યું હતું ત્યાં અમારા ૩ લોકો માર્યા ગયા હતા, તેથી હવે રામ મંદિરને ઉડાવી દેવામાં આવશે.જો કે સુરક્ષા વ્યવસ્થા બાબતે ઉત્તર પ્રદેશ સરકાર પૂરે પુરી એક્શનમાં છે કોઈ પણ ખોટી દાદાગીરી અથવા કોઈ પણ પ્રકારની પ્રતિબંધિત પ્રવૃતિઓ ચલાવી લેવામાં નઈ આવે તેવા આદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા આપવામાં આવ્યા છે.
Recent Comments