સુરેન્દ્રનગરના દસાડામાં ગમખ્વાર અકસ્માત, એક દંપતી નું મોત
સુરેન્દ્રનગરના દસાડામાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી જેમાં એક દંપતીનું કરુણ મોત થયું હતું અને ચાર લોકો ઘાયલ પણ થયા હતા. આ માર્ગ અકસ્માતની વિગત મુજબ સુરેન્દ્રનગરના દસાડા ખાતે ગાડીમાં પરિવારના પાંચ સભ્યો જઈ રહ્યા હતા. દરમિયાન દસાડાના માલણપુર ગામ પાસે અચાનક જ ગાડી પલ્ટી ખાઈ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં બેઠેલા એક દંપતીનું કરુણ મોત નીપજ્યુ હતું અને અન્ય ચાર લોકો ઘાયલ થયા હતા તેથી તેમણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
Recent Comments