બિહારના પટનામાં ઉમાનાથ ઘાટ પર ૧૭ લોકોથી ભરેલી બોટ પલટી
બિહારના પટનામાં એક મોટો અકસ્માત સર્જાયો હતો. પટના જિલ્લાના પૂર પ્રભાવિત વિસ્તારમાં ઉમાનાથ ઘાટ પર ૧૭ લોકોથી ભરેલી બોટ પલટી ગઈ હતી. જેમાંથી ૧૧ લોકો તરીને બહાર આવ્યા હતા. હાલમાં ૬ લોકો ગુમ થયાના અહેવાલ છે. મળતી માહિતી અનુસાર, આ લોકો ઉમાનાથ ઘાટ પર ગંગા સ્નાન કરવા ગયા હતા.નોંધનીય છે કે, આજરોજ ગંગા દશેરા હોવાના કારણે ગંગા સ્નાન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અહીં ગંગાના બંને કાંઠે ભક્તોની ભીડ હતી. આ દરમિયાન એક હોડી કાબૂ બહાર ગઈ અને ગંગાની વચ્ચે ડૂબી ગઈ.
ઉમાનાથ ઘાટ પર ગંગા દશેરાના દિવસે હોળી પાણીમાં ડૂબતા સમગ્ર વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી.બોટ ડૂબવાની ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. શરૂઆતમાં સ્થાનિક ડાઇવર્સ ડૂબી ગયેલા લોકોને શોધવામાં વ્યસ્ત હતા, બાદમાં એસડીઆરએફ ટીમને બોલાવવામાં આવી હતી. હાલ બધી ટીમો ડૂબી ગયેલા લોકોના બચાવ કામમાં લાગી છે.
Recent Comments