ભાવનગર જિલ્લા ભાજપ લોકસભા ચૂંટણી વિજય માટે હરખ સન્માન બેઠક
ભારતીય જનતા પક્ષ માત્ર રાજકારણ નહિ સામાજિક પ્રવૃત્તિ માટે પણ સક્રિય સંગઠન ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી વિજય માટે હરખ સન્માન સાથે આગામી આયોજનો માટે મળી બેઠકભાવનગર ગુરુવાર તાં.૨૦-૬-૨૦૨૪ ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી વિજય માટે હરખ સન્માન સાથે આગામી આયોજનો માટે બેઠક મળી જેમાં અગ્રણીઓએ સૌ કાર્યકર્તાઓને જણાવ્યું કે, ભારતીય જનતા પક્ષ માત્ર રાજકારણ નહિ સામાજિક પ્રવૃત્તિ માટે પણ સક્રિય સંગઠન છે. લોકસભામાં ભવ્ય વિજય માટે ભાજપનાં એક એક કાર્યકર્તાઓની મહેનત હેતુ હોદ્દેદારોનું ભાવનગરમાં સન્માન થયું. ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાઘવજી મકવાણાનાં અધ્યક્ષસ્થાને મળેલ બેઠકમાં લોકસભા ચૂંટણીમાં ભાવનગર તથા અમરેલી બેઠકનાં જિલ્લાનાં વિસ્તારમાં કાર્યકર્તાઓની સક્રિયતા અંગે હરખ સન્માન સાથે આગામી આયોજનો અંગે હોદ્દેદારો જોડાયાં. પ્રમુખ શ્રી રાઘવજી મકવાણાએ જિલ્લાનાં કાર્યકર્તાઓ માટે સ્થાનિક સાંસદ શ્રી નીમુબેન બાંભણિયા તથા શ્રી ભરતભાઈ સુતરિયા સાથે જિલ્લા વિસ્તાર સાથે સંકળાયેલા શ્રી મનસુખભાઈ માંડવિયા તથા શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાનાં વિજય માટે શ્રી નરેન્દ્ર ભાઈ મોદીનાં નેતૃત્વ સાથેનાં ગૌરવનો ઉલ્લેખ કરી અભિનંદનભાવ વ્યક્ત કરેલ. તેઓએ લોકસભા ચૂંટણીમાં અન્ય પ્રદેશમાં તેઓની મુલાકાત અંગે પણ વાત કરી.
પ્રભારી શ્રી બ્રિજરાજસિંહ ઝાલાએ ચૂંટણી પરિણામમાં સિધ્ધિ મેળવ્યાં બાદ કાર્યકર્તાઓને અન્ય સામાજિક પ્રવૃત્તિમાં સક્રિય થવાં હાકલ કરી અને ચૂંટણી દરમિયાન સૌને પોતાની અને બાહ્ય ભૂમિકા વિશે ચિંતન કરવાં ભાર મૂક્યો. શ્રી મહેન્દ્રભાઈ પનોતે ભાજપ કાર્યકર્તાઓને શ્રી શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ, પંડિત શ્રી દીનદયાળ ઉપાધ્યાયજીનાં જીવન સંદેશ સાથે શ્રી અટલબિહારી બાજપેયીજીની સફળ સંઘર્ષ યાત્રાનાં આજે મળેલાં પરિણામોની વાત કરી અને ખરા અર્થમાં લોકહિત કામ માટે મંડી પડવા જણાવ્યું. આ બેઠકમાં ધારા સભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણે ભાજપ દ્વારા રાજકારણ કરતાં સમાજ સેવાનાં ધ્યેયને વરેલો પક્ષ હોવાનું જણાવી પોતાનાં મુલાકાત કાર્યક્રમોમાં પણ સામાજિક પ્રવૃત્તિને ભાર આપતાં હોવાનું કહ્યું. ભારતીય જનતા પક્ષ માત્ર રાજકારણ નહિ સામાજિક પ્રવૃત્તિ માટે પણ સક્રિય સંગઠન છે, આમ સૌ હોદ્દેદાર અગ્રણીઓએ વાત કરી. અહી સંચાલન કરતાં શ્રી ચેતનસિંહ સરવૈયાએ શ્રી શ્યામાપ્રસાદ મુખરજીની સ્મૃતિમાં પખવાડિક કાર્યક્રમો અંગે, શ્રી ભરતભાઈ મેરે ‘એક વૃક્ષ માનાં નામે’ અભિયાન અંગે, શ્રી રાજુભાઈ ફાળજીએ રાષ્ટ્રમાં તાત્કાલિક કટોકટી દિવસ અંગે અને શ્રી નાનુભાઈ ડાખરાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા ‘મન કી બાત’ પ્રસારણ અંગે વિગતવાર આયોજનો વાતો રજૂ કરી. બેઠક પ્રારંભે શ્રી હર્ષદભાઈ દવે દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ. અહી રાજવી પરિવારનાં શ્રી શિવાબાપા સહિત દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવેલ.
વિશ્વ યોગ દિવસ તેમજ વિવિધ આયોજનોમાં વૃક્ષારોપણ વગેરે બાબતોમાં આ બેઠકમાં શ્રી મનહર ભાઈ બલદાણિયા, શ્રી નીરવભાઈ જોષી તથા શ્રી અભેશંગભાઈ પરમાર તથા શ્રી ધર્મિષ્ઠાબેન દવે દ્વારા વિગતો અપાઈ. પ્રારંભે મહાનુભાવોનાં હસ્તે દીપ પ્રાગટ્ય અને શ્રી જગદીશસિંહ ગોહિલ દ્વારા ગીત ગાન થયેલ. આ બેઠકમાં અગ્રણીઓ શ્રી સુરેશ ભાઈ ધાંધલ્યા તથા શ્રી મુળજીભાઈ મિયાણીની ઉપસ્થિતિ રહી હતી. આભાર વિધિ શ્રી રાજુભાઈ બાબરિયાએ કરી હતી. આ બેઠકમાં થયેલ આયોજન મુજબ ભાવનગર જિલ્લામાં વિવિધ સામાજિક કાર્યક્રમો યોજાશે તેમ પ્રવક્તા શ્રી કિશોર ભટ્ટ તથા સહ પ્રવક્તા શ્રી મૂકેશ પંડિતની સંયુક્ત યાદીમાં જણાવાયું છે.
Recent Comments