અમેરીકા ના વોશિંગટન પદ્મશ્રી ડો.જગદિશભાઈ ત્રિવેદી નો સ્વામી શ્રી નિર્દોષાનંદ હોસ્પિટલ ના લાભાર્થે કાર્યક્રમ માં ૧૧.૨૦ લાખ અનુદાન પ્રાપ્ત
ઉમરાળા ના ટિમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી તદ્દન નિ:શુલ્ક આરોગ્ય સેવાઓ પ્રદાન ક૨તી સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) ના લાભાર્થે અમેરીકા ના વોશિંગટન ડીસીમાં તા.૦૭- જુન ૨૦૨૪ નાં રોજ સામજિક પ્રવૃતિમાં અગ્રેસર એવા શ્રી કિરીટભાઈ ઉદેશી તથા શ્રીમતિ માલાબેન ઉદેશી દ્વારા આયોજિત કરૂણાવાન હાસ્યકાર ડો. જગદિશભાઈ ત્રિવેદી (પદ્મશ્રી) નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ૧૩,૫૦૦ ડોલર કે જેના અંદાજિત રૂપિયા ૧૧.૨૦ લાખ નું અનુદાન પ્રાપ્ત થયેલ છે.
આ કાર્યક્રમ માટે યુનિવર્સિટી દ્વારા વિનામુલ્યે હોલ ની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત ઉપસ્થિત સૌ માટે શ્રીમતિ ઉર્વશીબેન અને શ્રી મનિષભાઈ શાહ દ્વારા નાસ્તા, ચા-પાણીની વ્યવસ્થા ક૨વામાં આવેલ અને તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી રોહિતભાઈ રાજપરા (ઢસાગામ) જીલ વોરા અને ચિનમય જોષી એ સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમમાં સહયોગ આપવા બદલ ડૉ. નટુભાઈ રાજપરા (બાલટીમોર) એ સૌનો આભાર માન્યો હતો.
Recent Comments