કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ -૨૦૨૪ હેઠળ ધોરણ-૮ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે તેવી, અમરેલી જિલ્લાની ૧,૬૬૧ કન્યાઓને પાકતી મુદતે રુ.૫૯.૮૭ લાખના વિદ્યાલક્ષ્મી બોન્ડની રકમ ચૂકવવામાં આવશે આ સાથે ધોરણ -૧ માં પ્રવેશ મેળવનાર જિલ્લાની ૧,૯૪૪ કન્યાઓને રુ. ૨૦૦૦ વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવશે.
કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત રાજય સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજનાનો લાભ ગ્રામ્ય વિસ્તારમાં ૫૦ ટકાથી નીચો સાક્ષરતા દર ધરાવતા ગામોને તથા શહેરી વિસ્તારમાં બીપીએલ કાર્ડ ધરાવતા હોય તેવા વાલીની દીકરી કે જે ધોરણ-૧માં પ્રવેશ મેળવતી હોય તેવી કન્યાઓને રુ. ૨૦૦૦ ના વિદ્યાલક્ષ્મી બોન્ડ મળવાપાત્ર છે.રાજ્ય સરકાર દ્વારા વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ જે કન્યાઓ ધોરણ- ૮ સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તેવી કન્યાઓને પાકતી મુદ્દતે વિદ્યાલક્ષ્મી બોન્ડની રકમ રુ. ૨૦૦૦ ઉપરાંત નિયત વ્યાજના રકમની ચૂકવણી કરવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા શરુ કરવામાં આવેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવથી શાળા નામાંકન દર ૭૫ ટકાથી વધીને ૧૦૦ ટકા નજીક પહોંચ્યો છે.
Recent Comments