રાજકોટ રૂરલ એલસીબી પોલીસની ટીમ- પીઆઈ વી.વી.ઓડેદરા, પીએસઆઈ એચ.સી.ગોહીલ અને ડી.જી.બડવા ની રાહબરી હેઠળ એલ.સી.બી. સ્ટાફના અધિકારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમિયાન હકીકત મળી હતી કે સફેદ કલરની મહીન્દ્રા કંપનીની સ્કોપિર્યો કાર રજી નં-ય્ત્ન-૦૩-સીએ-૦૭૪૭ વાળીમાં દેશીદારૂનો જથ્થો ભરી ગોંડલ તાલુકાના ભુણાવા ગામની ચોકડીએથી નીકળનાર છે. આ બાતમીના આધારે રાજકોટ રૂરલ એલસીબી પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન પોલીસને મળેલ બાતમી વાળી કાર નીકળતા રોકવા જતા કાર ચાલકે કાર ઉભી રાખેલ નહીં અને કાર બીલીયાળા ગામ બાજુ નેશનલ હાઇવે ઉપર ભગાડેલ અને કાર યુ-ટર્ન મારી પુરેવર ફુડ પ્રા.લી.ની સામે રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે ઉપર જમણી સાઇડ બાજુ ડીવાઇડર ઉપર ચડાવી દિધેલ જે કારમાંથી દેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ રૂરલ એલસીબીની ટીમે દેશી દારૂના જથ્થા સાથે સ્કોપિર્યો કાર ઝડપી પાડી કાર ચાલક વીપુલભાઇ ધીરાભાઇ ઉઘરેજીયા વીરૂધ્ધ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામા આવેલ છે. કાર્યવાહીની વાત કરવામાં આવે તો, પોલીસે દેશી દારૂનો જથ્થો, મોબાઈલ ફોન, રોકડ અને કાર સહિત રૂપિયા ૨,૧૪,૦૦૦/- નો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે સાથે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. પોલીસને જોઈને આરોપી કાર ભગાવીને ભાગી ગયા હતાં. આ દરમિયાન પોલીસે ફિલ્મી ઢબે આરોપીઓનો પીછો કરીને તેમને ઝડપી પાડ્યા હતા. કાર્યવાહીના ભાગરૂપે પોલીસે આરોપીઓ પાસેથી દારૂનો જથ્થો, મોબાઈલ ફોન, રોકડ અને કાર સહિત રૂપિયા ૨,૧૪,૦૦૦/- નો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
Recent Comments