જ્ઞાનમંજરી સ્કૂલ રાળગોનના બાળકોની માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં સફળતા

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તાજેતરમાં જાહેર થયેલ માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષાના પરિણામમાં તળાજા તાલુકાના રાળગોન ગામની શ્રી જ્ઞાનમંજરી શાળાના બાળકોએ ઉચ્ચગુણાંકન પ્રાપ્ત કરેલ છે. જેમાં પરમાર હેત મુકેશભાઈ (ઠાડચ) 176/200, લાધવા તુલસીબેન રાજુભાઈ(કરમદિયા)175/200, ગોહિલ સુરવીરસિંહ ભાવેશભાઈ (ડુંગરપર) 171/200, ગોહિલ વિધિકાબા વિજયસિંહ (રાળગોન)154/200,પટેલ શુભમ બીપીનભાઈ (કરમદિયા)146/200,રાઠોડ ધાર્મિક ગંભીરભાઈ(કરમદિયા)145/200, ચૌહાણ આદિત્ય ભરતભાઈ(કરજાળા)145/200, કંસારા ભૂમીબેન હરેશભાઈ 143/200 ગુણ મેળવેલ છે. આમ કુલ 26 બાળકોએ 100 થી વધુ ગુણ પ્રાપ્ત કરેલ છે.સાથે સાથે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં શિયાળ જયદીપ પ્રવીણભાઈ (મોણપર)154/200, લાધવા ઉત્તમ બાલાશંકરભાઈ (રાળગોન) 147/200 , બાંભણીયા જાનવીબેન શૈલેષભાઈ (ઠાડચ) 140/200 ગુણ મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે.
Recent Comments