ગુજરાત

દલિત યુવકનું અપહરણ અને હુમલાના કેસમાં આરોપી ગણેશ જાડેજા સહિત ૫ આરોપીનાં જામીન કોર્ટે નામંજૂર કર્યા

જુનાગઢના દલિત યુવાન સંજુ સોલંકીનું અપહરણ કર્યા બાદ તેની પર હુમલાના કેસમાં ધારાસભ્યના પુત્ર આરોપી ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ (ય્ટ્ઠહીજર ય્ર્હઙ્ઘટ્ઠઙ્મ) સહિત ૧૧ શખ્સોની ધરપકડ કરાઈ હતી. ગણેશ ગોંડલ સહિત અન્ય આરોપીઓ દ્વારા કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. જો કે, કોર્ટે આરોપી ગણેશ ગોંડલ સહિત ૫ લોકોની જામીન અરજી ફગાવી હતી. ગણેશ જાડેજા સહિત અન્ય પાંચ આરોપીઓ સામે હત્યાનો પ્રયાસ, એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે, જે અંગે જૂનાગઢ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટ દ્વારા આરોપી ગણેશ જાડેજા સહિત ૫ આરોપીનાં જામીન કોર્ટે નામંજૂર કર્યા હતા.

જુનાગઢના દલિત યુવાન સંજય સોલંકીનું અપહરણ કરીને તેને ઢોર માર મારવા મામલે આરોપી ગણેશ જાડેજા સહિત અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ બહુચચિર્ત કેસમાં પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલ ઊભા થયા હતા. કારણ કે જ્યારે ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી અને તેને મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યો ત્યારે તે હસતા મોઢે જોવા મળ્યો હતો. ગણેશ જાડેજાને જાણે પોલીસનો કોઈ ડર જ નથી. એવુ લાગી રહ્યું હતું કે, તે જાણે પોલીસની પકડમાં નહીં પરંતુ પોતાનાં મામાના ઘરે ગયો હોય! જો કે, આરોપીને કડકમાં કડક સજા થયા તે માટે દલિત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન અને રેલીઓનું આયોજન પણ કરાયું હતું.

Follow Me:

Related Posts