રાજયમાં શિક્ષણ માટેના સવિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. શિક્ષણદીપ સમા રાજય સરકારના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત રાજયવ્યાપી કાર્યક્રમો શરુ છે. અમરેલી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાએ જિલ્લાના જાફરાબાદ તાલુકાના મિતિયાળા અને વાંઢ સહિતના ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં ઉપસ્થિત રહી બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહિત કર્યા હતા. ભૂલકાંઓએ રંગેચંગે શાળા પ્રવેશ મેળવ્યો હતો. બાલવાટિકા, આંગણવાડી અને ધોરણ- ૧માં પ્રવેશ કરતા બાળકોને પ્રોત્સાહન રુપે શૈક્ષણિક કિટ અર્પણ કરી ઉત્સાહભેર આવકાર્યા હતા. આ પ્રસંગે ગ્રામજનો, અગ્રણીશ્રીઓ, વિદ્યાર્થીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ સહિતના જોડાયા હતા.
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ

Recent Comments