પ્રાકૃતિક કૃષિમાં સહયોગી પાક અને આવરણ ( મલ્ચીંગ)નું મહત્વ જાણીએ
દેશભરમાં પ્રાકૃતિક કૃષિની મુહીમ ચાલી રહી છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક કૃષિ વિશેનું જ્ઞાન પીરસી રહ્યાં છે અને તેઓશ્રીનાં માર્ગદર્શનથી જ આજે રાજ્યભરમાં અનેક ખેડૂતો પ્રાકૃતિક કૃષિને અપનાવતા થયાં છે. પ્રાકૃતિક કૃષિનાં સિદ્ધાંતોમાં સહયોગી પાક અને આવરણ (મલ્ચીંગ) ખૂબ જ મહત્વ ધરાવે છે. ત્યારે આ અંગે એનું મહત્વ ખેડૂત ની સાથો સાથ સામાન્ય વ્યક્તિઓએ પણ જાણવું જરૂરી છે.
સહયોગી પાક:
પ્રાકૃતિક કૃષિમાં મુખ્ય પાક સાથે સહયોગી પાક પણ લેવામાં આવે છે. જેથી મુખ્ય પાકને નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ વગેરે મળતાં રહે છે. સહયોગી પાકના મૂળ પાસે નાઈટ્રોજન સ્થિર કરતાં જીવાણું જૈવિક રાઇઝોબિયમ, એઝોસ્પીરીલમ, એઝોટોબેકટર વગેરેની મદદથી છોડનો વિકાસ થાય છે. પ્રાકૃતિક કૃષિમાં મુખ્ય પાકની સાથે સહયોગી પાક લેવાથી (મુખ્ય પાક પર) કીટ નિયંત્રણ પણ થાય છે.
આવરણ (મલ્ચીંગ):
જમીનની સપાટી પાકના અવશેષોથી ઢાંકવાને આવરણ કહે છે. તેનાથી પાણીની બચત થાય છે અને જમીનમાં કાર્બન પણ ટકી રહે છે. જેથી જમીનની ઉત્પાદકત્તા વધે છે. આવરણ હવામાંથી ભેજ લઈને છોડને આપે છે. જેથી સૂક્ષ્મ પર્યાવરણનો વિકાસ થાય છે. અને દેશી અળસિયાઓની સક્રિયતા વધી જાય છે. દેશી અળસિયા પોતાનું મળ જમીન પર છોડે છે. અળસિયાના મળમાં સામાન્ય માટીથી સાત ગણુ નાઈટ્રોજન, નવ ગણું ફોસ્ફરસ અને 11 ઘણું પોટાશ વગેરે હોય છે જેથી જમીન ઝડપથી સજીવ થઈ જાય છે. આથી જ અળસિયા ને ખેડૂતના મિત્રો કહેવામાં આવે છે.
Recent Comments