ભાવનગર શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા ૭૪ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી સ્વ.પટેલ રસિક ભાઈ રાઘવજીભાઈ ના સ્મરણાર્થે ૪૮૮ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ શિશુવિહાર સંસ્થામાં યોજાય ગયો. તેમજ સ્વ. ગુણવંત ભાઈ વડોદરિયા ની સ્મૃતિ માં ૪૮૯ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ તારીખ ૨૮ જૂન નાં રોજ શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો.ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં ૭૪ દર્દીઓની આંખ તપાસ ડૉ શ્રી. રામમોહન મિશ્રા ની ટીમ દ્વારા કરવામાં આવી. જે તમામ ને શિશુવિહાર પરિસરમાં ડૉ.મીનાક્ષીબહેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા-નાસ્તો તથા બપોરે ભોજન બાદ જરૂરિયાત મંદ ૨૫ દર્દીઓને કેટ્રેક સર્જરી માટે તેમજ દર્દીઓના ૧૫ સહાયકોને ખાસ બસમાં વિરનગર લઈ જવામાં આવ્યા. દર્દી દેવોભવની ભાવનાથી વર્ષ ૧૯૬૮ થી ચાલતા પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં શિશુવિહાર સંસ્થાના તમામ કાર્યકરોએ સેવા આપી હતી.
શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા ૭૪ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી

Recent Comments