પિસ્મો બીચ- અમેરીકાથી નવ લાખ રુપિયા મિઝોરમ-ભારત સુધી પહોંચ્યા
પદ્મશ્રી પુરસ્કારથી સન્માનીત હાસ્યકલાકાર અને સમાજસેવક ડો. જગદીંશ ત્રિવેદી હાલ અમેરીકા અને કેનેડામાં સાંસ્કૃતિક પ્રવાસે છેતા. ૨૬/૬/૨૦૨૪ બુધવારે એમનો કાર્યક્રમ કેલિફોર્નિયા રાજ્યના પિસ્મો બીચ નામના નાનકડાં નગરમાં યોજાયો હતો. બુધવાર હોવા છતાં એ રમણીય નગરમાં આશરે સો જેટલાં ગુજરાતીઓ એકઠાં થયા હતા.ડો. જશવંત પટેલ, કિરીટ પટેલ, અમુલ સોની, વિપુલ પટેલ, હિંમતભાઈ ટાંક , અતુલ વાછાણી, અને ભીખુભાઈ પટેલ અને મિત્રોએઆ હાસ્યદરબારનું આયોજન કર્યું.
પરંતુ મઝાની વાત એ છે કે આ કાર્યક્રમમાં આશરે ૧૧,૦૦૦ અમેરીકન ડોલર એટલે કે ભારતના ૯,૦૦,૦૦૦/- નવ લાખ રુપિયા જેવી માતબર રકમ મિઝોરમ રાજ્યના પાટનગર એઈઝવાલ (AIZAWL) પાસે આવેલું થુમ્પોઈ (THUAMPUI ) નામના ગામમાં મોકલવામાં આવી હતી.
મિઝોરમના આ ગામમાં મોહન સાઈ નામના એક સજ્જન ૐ મંદિર સંચાલન સમિતિ દ્રારા હિન્દુઓને આધ્યાત્મિક શિક્ષણ આપી અન્ય ધર્મમાં જતાં અટકાવે છે.
આ સંસ્થા 22,00,000 બાવીસ લાખના ખર્ચે શાળા બનાવે છે એમાં 13,00,000 તેર લાખ ભેગાં થઈ ગયા હતા અને 9,00,000 નવ લાખનો તુટો હતો.
જગદીશ ત્રિવેદીના આ કાર્યક્રમમાં 11000 $ અમેરિકન ડોલર એટલે કે ભારતના નવ લાખ રુપિયા ભેગાં કરીને ડો. જશવંત પટેલ દ્વારા રવાના કરવામાં આવ્યા હતા. આમ છેક અમેરીકાથી સેવાની ગંગા મિઝોરમ સુધી પહોંચી હતી.
Recent Comments