fbpx
રાષ્ટ્રીય

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ના મળ્યા જામીન; રાઉઝ એવન્યુ કોર્ટે ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા

આમ આદમી પાર્ટી માટે ફરી એક વાર ખરાબ સમાચાર આવ્યા છે, દિલ્હીના મુખ્યમંત્રી અને આપણા સંયોજક અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટે ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. મુખ્યમંત્રી કેજરીવાલને આશા હતી કે તેમને સીબીઆઈ કેસમાં જામીન મળશે, પરંતુ અહીં પણ તેમને ઝટકો લાગ્યો છે. આ કેસમાં ઈડી દ્વારા પણ તપાસ ચાલી રહી છે અને તે કેસમાં પણ કેજરીવાલને કોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી. દરમિયાન, હવે તેમને સીબીઆઈ કેસમાં ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

કોર્ટે પોતે કેજરીવાલની ત્રણ દિવસની કસ્ટડી ઝ્રમ્ૈંને આપી હતી. સીબીઆઈએ કોર્ટમાં કહ્યું હતું કે કેજરીવાલનો દક્ષિણ લોબી સાથે સીધો સંપર્ક છે, તેથી આ કથિત કૌભાંડમાં તેમની સંડોવણીને પણ નકારી શકાય નહીં. સીબીઆઈએ એવો પણ દાવો કર્યો હતો કે કેજરીવાલે જ રેડ્ડીને વિશ્વાસ અપાવ્યો હતો અને આ કેસમાં બીઆરએસ નેતા કે કવિતાનો સંપર્ક કરવા પણ કહ્યું હતું.

મ્.ઇ.જી નેતા કેજરીવાલની ટીમ સાથે સંકળાયેલા હોવાથી તેમણે આવું કહ્યું હતું. એટલું જ નહીં, એજન્સીએ કોર્ટમાં એવો પણ દાવો કર્યો હતો કે કેજરીવાલે રેડ્ડીને આમ આદમી પાર્ટીને પૈસાની મદદ કરવાનું પણ કહ્યું હતું. આ કારણોસર સીબીઆઈ કેટલાક લોકોને સામે બેસાડી કેજરીવાલની પૂછપરછ કરવા માંગતી હતી, તેથી પાંચ દિવસની કસ્ટડી માંગવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટે તેને ત્રણ દિવસની કસ્ટડી આપી હતી અને શનિવારે કોર્ટમાં હાજર થવા જણાવ્યું હતું.

જો કે તપાસ એજન્સી પાસે ૭ વાગ્યા સુધીનો સમય હતો, પરંતુ બપોરે જ સીએમને મોટો ઝટકો લાગ્યો હતો. આ સમગ્ર મામલામાં આમ આદમી પાર્ટીને હજુ પણ બીજેપીનું ષડયંત્ર દેખાઈ રહ્યું છે, તેમના મતે તમામ તપાસ એજન્સીઓ સરકારના નિર્દેશો પર કામ કરી રહી છે. હવે વિવાદ વધી ગયો છે કારણ કે ઝારખંડમાં પૂર્વ સીએમ હેમંત સોરેનને જામીન મળી ગયા છે, પરંતુ તમામ અરજીઓ છતાં કેજરીવાલને કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી નથી.

Follow Me:

Related Posts