દિલ્ડીથી વાયા સુરત મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ડાબી વિંગને લેડર અડી જતા નુકશાન
ગુજરાતના સુરતમાં એર ઈન્ડીયાની ફ્લાઈટ અટવાતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. રાજધાની દિલ્હીથી વાયા સુરત મુંબઈ જતી ફ્લાઈટમાં આ ઘટના બની હતી. જેમાં ફ્લાઈટમાં લેડર જોડતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી.જેમાં ફ્લાઈટની ડાબી વિંગને લેડર અડી જતા નુકશાન થયું હતું. આ દુર્ઘટનાને કારણે આ પ્લાઈટ કેન્સલ કરી દેવામાં આવી હતી. ફ્લાઈટ કેન્સલ થતા મુસાફરોને ભારે હાલાકી પડી હતી અને પરેશાન થઈ ગયા હતા. આ ફ્લાઈટ દિલ્હીથી સુરત થઈને બેંગ્લોર જઈ રહી હતી. રાત્રે ૮.૩૦ વાગ્યે આ ફ્લાઈટનું સુરત એરપોર્ટ પર લેન્ડિંગ થયું હતું. ફ્લાઈટમાં ચઢવા ઉતરવા માટેની લેટર લગાવતી વખતે આ બનાવ બન્યો હતા. તે સમયે અચાનક લેડર ફ્લાઈટની વિંગ સાથે ટકરાતા ફ્લાઇટની અંદર બેઠેલા મુસાફરો ગભરાઈ ગયા હતા. આ ઘટના બાદ એરપોર્ટ ના સ્ટાફ દ્વારા ત્યાં ઘટનાસ્થળે પહોંચીને આગળની કમાન સંભાળી લીધી હતી.
Recent Comments