fbpx
બોલિવૂડ

હાર્ટબ્રેકનો તડકો લાગેલો હોય તો ફિલ્મોનું એવું લિસ્ટ વિષે.. જાણો

દરેક વ્યક્તિને રોમેન્ટિક ફિલ્મો જાેવી ગમે છે અને જ્યારે તે ફિલ્મોમાં હાર્ટબ્રેકનો તડકો લાગેલો હોય છે, ત્યારે દરેક વ્યક્તિ તેની સાથે રિલેટ થવા લાગે છે. તેથી આજે અમે તમારા માટે તે બોલિવૂડ ફિલ્મોનું એવું લિસ્ટ લાવ્યા છીએ, જેમાં ન તો લાગણીઓની કમી છે કે ન તો રોમાંસ.

રણબીર કપૂર અને નરગીસ ફખરી અભિનીત ફિલ્મ રોકસ્ટાર એ ઇમ્તિયાઝ અલી દ્વારા નિર્દેશિત રોમેન્ટિક મ્યુઝિકલ ફિલ્મ છે. આ ફિલ્મની સ્ટોરી જનાર્દન અને હીર વિશે છે, જેઓ એકબીજાના ઘણા સારા મિત્રો છે. પરંતુ આ સ્ટોરીમાં ટિ્‌વસ્ટ ત્યારે આવે છે જ્યારે હીર લગ્ન કરવા જઈ રહી છે અને તેને ખબર પડે છે કે તે જનાર્દન સાથે પ્રેમમાં પડી ગઈ છે. આ ફિલ્મ ત્ર્નૈ સિનેમા પર ઉપલબ્ધ છે.

અનુરાગ બાસુ દ્વારા નિર્દેશિત બરફી એક રોમાન્સ કોમેડી ફિલ્મ છે. જેમાં રણબીર કપૂર, ઇલિયાના ડીક્રુઝ અને પ્રિયંકા ચોપરા છે. ફિલ્મની સ્ટોરી ઝિલમિલ, શ્રુતિ અને બરફીની છે, જેમાં શ્રુતિ બરફીને પ્રેમ કરે છે પરંતુ બરફી ઝિલમિલના પ્રેમમાં છે. જેના કારણે બરફી અને શ્રુતિના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે. બરફી જાેવા માટે તમે નેટફ્લિક્સ અને પ્રાઇમ વિડિયો પર જઈ શકો છો.

અલીઝેહ અને અયાન વચ્ચેની મિત્રતા અને પ્રેમની સુંદર સ્ટોરી દર્શાવતી આ ફિલ્મનું નિર્દેશન કરણ જાેહરે કર્યું છે. આ ફિલ્મમાં અનુષ્કા શર્મા અને રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં છે. તમે તેને છદ્બટ્ઠર્ડહ અને દ્ગીંકઙ્મૈટ પર જાેઈ શકો છો.
સનમ તેરી કસમનું નિર્દેશન રાધિકા રાવ અને વિનય સપ્રુ દ્વારા કરવામાં આવ્યું છે. ઈન્દર અને સરસ્વતીની અધૂરી પ્રેમ કહાની આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. જેમાં ઈન્દરનું પાત્ર હર્ષવર્ધન રાણે અને સરસ્વતીનું પાત્ર માવરા હોકેને ભજવ્યું છે. આ ફિલ્મ ત્ર્નૈ ઝ્રૈહીદ્બટ્ઠ, ઢીી૫ અને ર્રૂે્‌ેહ્વી પર ઉપલબ્ધ છે.

સાજિદ અલી દ્વારા નિર્દેશિત ફિલ્મ લૈલા મજનૂ એક રોમેન્ટિક ઈમોશનલ ફિલ્મ છે. આ ફિલ્મમાં લૈલાની લવ સ્ટોરી દર્શાવવામાં આવી છે, જેઓ સમાજ અને પરિવારના કારણે એક થઈ શકતા નથી.

Follow Me:

Related Posts