fbpx
ભાવનગર

ગુજરાત મુસ્લિમ એકતા મંચ દ્વારા. ગારીયાધાર માં ત્રણ માસ પૂર્વે માસૂમ બાળક ની હત્યા ના બનાવ માં નક્કર કાર્યવાહી આરોપી પકડો કડક સજા કરો ની માંગ સાથે મામલતદાર ને આવેદનપત્ર પાઠવાયું

ગારીયાધાર તાલુકાના ખોડવદરી ગામે ગત ૧૩ એપ્રિલ ના રોજ અજાણ્યા ઈસમો દ્વારા સલીમભાઈ  કાળુભાઈ બુકેરા નામક ૭ વર્ષીય માસુમ બાળકની હત્યા બાબતે ગારીયાધાર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલ હોય આશરે ત્રણ માસ જેટલો સમય વિતવા છતાં પોલીસ તપાસમાં કોઈ નક્કર કાર્યવાહી થયેલ નથી આ ગંભીર ગુના માં સંડોવાયેલ ઈસમો  પોલીસ પકડથી દૂર હોય ગારીયાધાર તાલુકા જેવા શાંતિપ્રિય વિસ્તારમાં બનેલ ચકચારી બનાવની ગંભીરતાને ધ્યાને લઇ સમગ્ર મામલે ઉચ્ચતરીય તપાસના આદેશ આપવામાં આવે તેમાં જરૂર જણાય એ અન્ય એજન્સી ને આ કેસની તપાસ સોંપવામાં આવે  આરોપી ની તુરંત ધરપકડ થાય તેવી કાર્યવાહી ની માંગ સાથે સમસ્ત મુસ્લિમ સમાજે ખૂબ મોટી સંખ્યા માં હાજરી આપી તાલુકા મસમલતદાર ગારીયાધાર ને આવેદન પત્ર પાઠવ્યું હતું જે તે કોઈ ગુનેગારો હોય તેમના ઉપર કાનૂની કાર્યવાહી થાય સમગ્ર કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી ગુજરાત રાજ્યમાં દાખલા રૂપ કાર્યવાહી થાય તેવી માંગ સાથે ગુજરાત મુસ્લિમ એકતા મંચ અધ્યક્ષ ઈમ્તિયાઝભાઈ પઠાણ અલારકભાઈ બુખારી ભીખુભાઈ દલ  તેમજ ગારીયાધાર તેમજ ગારીયાધાર તાલુકાના સર્વે મુસ્લિમ સમાજ ના આગેવાનો યુવાનો દ્વારા ગારીયાધાર મામલતદાર શ્રી સાહેબને આવેદનપત્ર આપી ગુનેગારોને કડકમાં કડક સજા થાય તેવી અપીલ કરવામાં આવી હતી 

Follow Me:

Related Posts