fbpx
અમરેલી

ડિઝાસ્ટર ઇમરજન્સી ઓપરેશન કેન્દ્ર ખાતે એનડીઆરએફની ટીમ દ્વારા આપત્તિ પ્રબંધન માટેની તૈયારીઓનું નિદર્શન

અમરેલીના ડિઝાસ્ટર ઇમરજન્સી ઓપરેશન કેન્દ્ર ખાતે એનડીઆરએફની ટીમ દ્વારા આપત્તિ પ્રબંધન માટેની પૂર્વ તૈયારીઓ અને સાધનોનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

આ પ્રદર્શનનો મુખ્ય હેતુ આપત્તિ સમયે જનતાની સુરક્ષા અને તાકીદના સમયે એનડીઆરએફની તૈનાતી અને તેમની કામગીરીની સમજ આપી જનજાગૃત્તિ કેળવવાનો હતો. આ પ્રદર્શન દરમિયાન એનડીઆરએફની ટીમે વિવિધ આપત્તિઓમાં શું કરવું ? અને શું ન કરવું ? તે વિશે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી. આ પ્રસંગે અમરેલી વડીયા કુંકાવાવ પ્રાંત અધિકારી શ્રી નાકિયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સકસેના, અમરેલી તાલુકા મામલતદારશ્રી નિમ્બાર્ક, મામલતદારશ્રી (ડિઝાસ્ટર), ડી.પી.ઓ. શ્રી સહિતના અધિકારી-કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.

એનડીઆરએફની ટીમ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા ઉપકરણો અને તકનીકોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ નિદર્શન દરમિયાન અધિકારીશ્રીઓએ એનડીઆરએફની પ્રતિક્રિયા ક્ષમતાની પ્રશંસા વ્યક્ત કરી હતી અને આપત્તિના સમયમાં એનડીઆરએફની ભૂમિકાને બિરદાવી હતી. આપત્તિના સમયમાં એનડીઆરએફની સમર્પણ ભાવે સેવા માટે અભિનંદન આપ્યા હતા.

આ તકે એનડીઆરએફના જવાનોએ જન સામાન્યને આપત્તિ પ્રબંધન માટે જાગૃત્ત રહેવા અને એનડીઆરએફની માર્ગદર્શિકા અનુસરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ પ્રકારના નિદર્શનોથી આપત્તિ પ્રબંધન માટેની લોકજાગૃત્તિ કેળવવામાં અને તૈયારીઓમાં વધારો થાય છે. જેથી જિલ્લાને આપત્તિ સમયે વધુ સુરક્ષિત અને સલામત બનાવવામાં મદદ મળી રહેશે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/