fbpx
ગુજરાત

સુરતના સચિન વિસ્તારની GIDCમાં 6 માળની બિલ્ડિંગ ધરાશાયી

સુરતમાં સચિન GIDCમાં મોટી દુર્ઘટના બનવા પામી છે જેમાં એક 6 માળની બિલ્ડીંગ ધરાશાઈ થતા 15 જેટલા લોકો ગંભીરપણે ઇજાપામ્યા છે. આ દુર્ઘટનામાં હજુ પણ અનેક લોકો અંદર ફસાયા હોવાની આશંકા છે. બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટનાને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. જો કે બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટનાની માહિતી મળતા જ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર બચાવ કાર્ય હાથ ધર્યું છે.

આ ઘટનાની પ્રાથમિક પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં સચિન GIDCમાં 6 માળની બિલ્ડીંગ ધરાશાયી થઈ. આ અક્સ્માતમાં 15 લોકોને ઇજા પંહોચી છે જ્યારે અન્ય કેટલાક લોકોને પણ સામાન્ય ઇજા થઈ હોવાનું માહિતી મળી. જાગૃત નાગરિક દ્વારા ફાયર વિભાગ અને પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી. ફાયર ટીમને કોલ મળતા જ તાત્કાલિક ઘટનાસ્થળ પર પંહોચી બચાવ કાર્ય હાથ ધર્યું. ફાયર ટીમ દ્વારા ધરાશાયી થયેલ બિલ્ડીંગનો કાટમાળ ખસેડવાની શરૂઆત કરવામાં આવી છે. સદનસીબે ચોમાસાની સિઝનમાં અત્યારે વરસાદ ના હોવાથી ફાયર ટીમ પોતાની કામગીરી બહુ જલદી કરી રહી છે.

સચિન GIDCમાં બિલ્ડીંગ ધરાશાયી થવાનું કારણ પ્રાથમિક ધોરણે તેની જર્જરીત સ્થિતિ માનવામાં આવે છે. આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. જો કે બિલ્ડીંગની અંદર હજુ પણ કેટલાક લોકો ફસાયા હોવાનું સ્થાનિક લોકો કહી રહ્યા છે. હાલમાં પોલીસ પણ ઘટનાસ્થળ પર થયેલ ભીડ દૂર કરી ફાયર ટીમને બચાવ કાર્યમાં મદદ કરી રહી છે. ફાયર ટીમ દ્વારા રેસ્કુય ચાલુ છે અને ટૂંક સમયમાં વધુ માહિતી સામે આવશે. હાલ ફાયરના કર્મીઓ દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. જો કે ઈમારત નીચે કોઈ દબાયુ હોવાની હજુ સુધી કોઈ જાણકારી મળી નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/