fbpx
ભાવનગર

ભગવાન જગન્નાથજીની ૩૯ મી રથયાત્રામાં આશરે ચાર હજાર થી વધુ પોલીસ કર્મી અને જિલ્લા વહિવટી તંત્રના કર્મીઓ ફરજયુક્ત

સમગ્ર ભારત દેશમાં ત્રીજા અને ગુજરાત રાજ્યની બીજા ક્રમની ભગવાન જગન્નાથજીની ૩૯ મી રથયાત્રા ભાવનગરનાં મુખ્ય માર્ગો પર નીકળી છે. જેમાં પોલીસ તંત્ર અને જિલ્લા વહિવટી તંત્રના આશરે ચાર હજારથી પણ વધુ અધિકારીઓ – કર્મચારીઓએ ફરજ બજાવી રહ્યા છે. જેમાં ૧૨ ડી.વાય.એસ.પી., ૪૧ પી.આઈ., ૧૧૨ પી.એસ.આઈ., ૧૮૫૦ પોલીસ જવાન, ૨૫ મહિલા પોલીસ, ૪૦ ટ્રાફિક પોલીસ જવાન, ૨૩ ગેસમેન, ૧૦ કમાન્ડો, ૩૨ ઘોડેસવાર પોલીસ, ૫ એસ.આર.પી. કંપની, ૧ આર.એ.એફ. કંપની, ૧૪૬૬ પુરુષ અને ૫૦ મહિલા હોમગાર્ડ, ૩ ડ્રોન, ૨૭૭ ટીયર ગેસ, ૮૮ વોકીટોકી, ૧૨ એક્ઝી.મેજિસ્ટ્રેટ, ૪ એમ્બ્યુલન્સ, ૪ ફાયર ફાઈટર. ૮૫ દુરબીન, ૧૮ બાઇક પેટ્રોલિંગ, ૧૨ વોચ ટાવર, ૧૦૭ ફીક્સ ડીપ પોઈન્ટ, ૬૬ ધાબા પોઇન્ટ, ૨૪ વિડીયોગ્રાફર પોતાની નૈતિક જવાબદારી નિભાવી રહ્યા છે. રથયાત્રામાં ત્રણ ભાગમાં મુવિંગ બંદોબસ્ત, સાત સેક્ટરમાં સુરક્ષા વ્યવસ્થાને વહેચી દેવામાં આવી છે.

દેશના ત્રીજા અને રાજ્યના બીજા નંબરની ભગવાન જગન્નાથજીની રથયાળા માટે સ્ટેટ કંટ્રોલ મારફત ફાળવવામાં આવેલા પોલીસ જવાનો, હોમગાર્ડ, એસ.આર.પી., આર.એ.એફ.ની કંપની વગેરે સુરક્ષા જવાનોને સાત સેક્ટરમાં વહેચી દેવામાં આવ્યા છે. જ્યારે ત્રણ ભાગમાં મુવિંગ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે. જેમાં “એ” ભાગમાં અખાડા-ભજનમંડળીઓ માટે, “બી” ભાગમાં રથયાત્રામાં જોડાતા ટ્રકો અને “સી” ભાગમાં ડિ.વાય.એસ.પી. કક્ષાનાં અધિકારી અને કર્મચારીઓને ભગવાનના રથની સુરક્ષા જવાબદારી સોંપાઈ છે. ૧૦-૧૦ ટ્રકે એક મોબાઈલ વાન મળી કુલ ૧૦ જેટલી મોબાઈલ વાન સાથે રાખવામાં આવી છે. આ ઉપરાંત સેક્ટરના અંદરના ભાગે ૨૭ ગામા મોબાઈલ રાખવામાં આવેલ છે તેમજ ૮૫ જેટલા બાલનોકુલર કેમેરાથી સુપરવિઝન, ૨૭૭ વોકીટોકી, ૧૩૫ બોડીવોર્ન કેમેરા સાથે જવાનોને તૈનાત કરાયા છે. આમ, સમગ્ર રથયાત્રા આનંદ, ઉલ્લાસ તથા શાંતિમય વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે પોલીસ તંત્ર અને જિલ્લા વહિવટી તંત્ર ફરજયુક્ત બન્યું છે.

Follow Me:

Related Posts