રાષ્ટ્રીય

રાહુલ ગાંધીએ લોકો પાયલોટ સાથે મુલાકાત કરી, કેન્દ્રીય સરકાર પર પ્રહાર કર્યા

લોકો પાયલટોની જિંદગી સંપૂર્ણ રીતે પાટા પરથી ઉતરી ગઈ ઃ રાહુલ ગાંધી કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ, લોકો પાયલોટ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ લોકો પાયલોટ સાથે વાતચીત કરી અને તેમની સમસ્યાઓ સાંભળી હતી. જે બાદ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીની સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, લોકો પાયલટોની જિંદગી સંપૂર્ણ રીતે પાટા પરથી ઉતરી ગઈ છે. તેમના કામની કોઈ મર્યાદા નથી. તેઓ તેમના અધિકારોને લઈને સમસ્યા સંસદમાં ઉઠાવશે. રાહુલ ગાંધીએ સોશિયલ સાઈટ પર લોકો પાઈલટ સાથેની વાતચીતનો વીડિયો શેર કર્યો છે.

આમાં તે લોકો પાયલોટના કામકાજને સમજતા જાેવા મળે છે. વાતચીત દરમિયાન, લોકો પાઇલોટ્‌સ ફરિયાદ કરી રહ્યા છે કે તેમને મૂળભૂત સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવતી નથી. તેમના કામના કલાકોની કોઈ મર્યાદા નથી. તેમણે લખ્યું કે, નરેન્દ્ર મોદીની સરકારમાં લોકો પાયલટોના જીવનની ટ્રેન પાટા પરથી સંપૂર્ણપણે ઉતરી ગઈ છે. ગરમીથી ગરમ થયેલી કેબિનમાં બેસીને, લોકો પાયલોટને ૧૬ -૧૬ કલાક કામ કરવાની ફરજ પાડવામાં આવે છે, જેમના ભરોસે કરોડો મુસાફરોના જીવન ર્નિભર છે, તેમને પોતાના જીવનનો કોઈ ભરોસો નથી.

રાહુલ ગાંધીએ કહ્યું કે, લોકો પાયલોટ, જેઓ યુરીનલ જેવી પ્રાથમિક સુવિધાથી પણ વંચિત છે, ના તો કામના કલાકોની કોઈ મર્યાદા છે અને ના તો તેમને જરૂરી રજા મળે છે, જેના કારણે તેઓ શારીરિક અને માનસિક રીતે ભાંગી પડે છે અને બીમાર પડી રહ્યા છે. તેમણે કહ્યું કે આવા સંજાેગોમાં લોકો પાઇલોટ્‌સ દ્વારા ટ્રેન ચલાવવાથી તેમના અને મુસાફરોના જીવ જાેખમમાં મૂકાય છે. લોકો પાઇલટ્‌સના અધિકારો અને કાર્યકાજની પરિસ્થિતિઓમાં સુધારો કરવા માટે ભારત સંસદમાં અવાજ ઉઠાવશે. તેમણે પોતાના ટ્‌વીટમાં લોકો પાયલટોના દુંખ દર્દનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ ચર્ચા દ્વારા લોકો તેમના દર્દને સમજી શકે છે. આ પહેલા ગઈકાલે શનિવારે ઓલ ઈન્ડિયા લોકો રનિંગ સ્ટાફ એસોસિએશન વતી રાહુલ ગાંધીને એક મેમોરેન્ડમ સુપરત કરવામાં આવ્યું હતું. તે તાજેતરના ટ્રેન અકસ્માતો માટે ખરાબ કામ કરવાની પરિસ્થિતિઓને જવાબદાર ગણાવે છે. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર લોકો પાઇલટ્‌સ સાથે રાહુલ ગાંધીની વાતચીતમાં આર કુમારસને મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમનું કહેવું છે કે આ વાતચીત દ્વારા તેઓ લોકોનું ધ્યાન લોકો પાયલોટ અને પેસેન્જર્સના મુદ્દા તરફ ખેંચીને ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Related Posts