fbpx
રાષ્ટ્રીય

આસામમાં પૂરના વિનાશમાં કાઝીરંગા અભ્યારણ્યમાં ૬ ગેંડા સહિત ૧૦૪ હરણના મોત થયા

આસામમાં પૂરના કારણે સ્થિતિ વધુ ખરાબ છે. રાજ્યમાં આવેલા વિનાશક પૂરના કારણે કાઝીરંગા નેશનલ પાર્કમાં છ ગેંડા સહિત ૧૩૭ જંગલી પ્રાણીઓના મોત થયા છે. તમને જણાવી દઈએ કે પાર્કના અધિકારીઓ ૯૯ પ્રાણીઓને બચાવવામાં સફળ રહ્યા છે. જેમાં બે ગેંડાના બચ્ચા અને બે હાથીના મદનિયાનો સમાવેશ થાય છે. ૧૦૪ હોગ ડીયર, ૬ ગેંડા અને ૨ સાંબર પૂરના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા,

જ્યારે ૨ હોગ ડીયર વાહનની ટક્કરથી મૃત્યુ પામ્યા હતા. એક ઓટર અન્ય કારણોસર મૃત્યુ પામ્યો. પાર્કના ૨૩૩ કેમ્પમાંથી ૭૦ ફોરેસ્ટ કેમ્પ હજુ પણ પાણી હેઠળ છે. કાઝીરંગા નેશનલ પાર્કના ફિલ્ડ ડાયરેક્ટર સોનાલી ઘોષે આ જાણકારી આપી છે. આસામમાં પૂરની સ્થિતિ તાજેતરમાં વધુ વણસી ગઈ છે, છેલ્લા ૨૪ કલાકમાં પૂરને કારણે વધુ આઠ લોકોએ જીવ ગુમાવ્યા છે, પૂરથી કુલ મૃત્યુઆંક ૭૨ પર પહોંચી ગયો છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા રવિવારે જાહેર કરાયેલા અહેવાલ મુજબ, ધુર્બી અને નલબારી જિલ્લામાં બે-બે અને કછાર, ગોલપાડા, ધેમાજી અને શિવસાગરમાં એક-એક વ્યક્તિએ પૂરમાં જીવ ગુમાવ્યો છે સ્થાનિક વહીવટી તંત્ર પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરીમાં વ્યસ્ત છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/