ભરૂચના અંકલેશ્વરમાં યુવકે ધોરણ ૧૦માં બીજી વખત નાપાસ થતાં જીવન ટૂંકાવ્યું

ભરૂચના અંકલેશ્વરમાં એક પરિવાર માટે સોમવારનો દિવસ કાળમુખો અને ખુબજ દુઃ ખદ સાબિત થયો હતો. એક વિધ્યાર્થી એ ધોરણ ૧૦માં બીજી વખત આપેલી પરીક્ષામાં નાપાસ થતાં જીવન ટૂંકાવતા વિદ્યાર્થીના પરિજનો શોકમાં છે. અંકલેશ્વર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચમાં અંકલેશ્વર ખાતે રહેતા ૧૫ વર્ષીય કુલદીપ પરમાર નામના વિધ્યારથી ધોરણ ૧૦માં અભ્યાસ કરે છે. માહિતી મુજબ આ વિદ્યાર્થી ધોરણ ૧૦ની પરીક્ષામાં બે વખત નાપાસ થતાં નિરાશામાં ગરકાવ થઈ ગયો હતો. નિરાશાને પગલે જીવનમાં આગળ વધવાને બદલે જીવન સંકેલી લેવાનું વિચારી આત્મહત્યા કરી છે. તેના માતા પિતા સહિતના પરિવારના લોકો મોતથી આઘાતમાં ડૂબેલા છે. આ મામલે અંકલેશ્વર પોલીસે આત્મહત્યા કર્યાનું સચોટ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
Recent Comments