fbpx
અમરેલી

દામનગર શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય માં સ્પર્ધાત્મક પરીક્ષાર્થી વિદ્યાર્થી ઓ માટે પૂર્વ શિક્ષક સુરેશચંદ્ર ઠાકર પરિવાર દ્વારા પુસ્તક સંપુટ અર્પણ કરાયો

દામનગર શહેર ની  શેઠ શ્રી એમ સી મહેતા હાઈસ્કુલ નાં પૂર્વ શિક્ષક સુરેશચંદ્ર ઠાકર પરિવાર દ્વારા દામનગર ની સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય માં વિદ્યાર્થી ઓ માટે સ્પર્ધાત્મક પુસ્તકો નો સંપુટ ભેટ અર્પણ કર્યો હતો દામનગર શહેર ની કેળવણી માટે સતત ચિંતિત કર્મઠ શિક્ષક સુરેશચંદ્ર ઠાકર સાહેબ દ્વારા નોકરી વાંચું સ્પર્ધાત્મક પરીક્ષાર્થી માટે નાં પુસ્તકો નો સંપુટ અર્પણ કરતા સમગ્ર વિદ્યાર્થી જગત માં આનંદની લાગણી પ્રસરી હતી દામનગર ને કર્મભૂમિ બનાવી વર્ષો સુધી એક કર્મઠ શિક્ષક તરીકે સેવા નિવૃત્ત સુરેશચંદ્ર ઠાકર પરિવાર દ્વારા કેળવણી ઉપરાંત સુપ્રસિદ્ધ શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિર ખાતે પુષ્પો ની અવિરત સેવા મળતી રહી છે દામનગર શહેર  ની સામાજિક સંસ્થા ઓ પ્રત્યે અપાર ઉદારતા અને લગાવ થી સમગ્ર વિદ્યાર્થી ઓ અને શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ નાં સમગ્ર ટ્રસ્ટી મંડળે આભાર ની લાગણી વ્યક્ત કરી હતી 

Follow Me:

Related Posts