મહારાષ્ટ્રમાં ૧૧ બેઠકો પર વિધાન પરિષદ (સ્ન્ઝ્ર)ની ચૂંટણી ૧૨ જુલાઈના રોજ યોજાશે
૧૨ જુલાઈ, ૨૦૨૪ શુક્રવાર ના રોજ મહારાષ્ટ્રમાં ૧૧ બેઠકો પર વિધાન પરિષદ (સ્ન્ઝ્ર)ની ચૂંટણી યોજાશે. રાજ્યમાં વિધાન પરિષની ૧૧ બેઠકો પરની ચૂંટણીમાં ૧૨ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. આ ચૂંટણીમાં ઉમેદવારે જીત મેળવવા ૨૩ ધારાસભ્યોના વોટની જરૂર હોય છે. વિધાન પરિષદની ચૂંટણી સમયે જ દિગ્ગજ નેતાઓની વાસ્તવિક શક્તિનો પરિચય થાય છે. એટલે કે એનસીપી નેતા શરદ પવાર, મુખ્યમંત્રી એકનાથ શિંદે, ઉદ્ધવ ઠાકરે અને અજીત પવાર હોય કે પછી પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તમામને કેટલા ધારાસભ્યો હકીકતમાં સમર્થન કરે છે તે સાબિત થશે.
મહારાષ્ટ્રમાં વિધાન પરિષદ (સ્ન્ઝ્ર)ની ચૂંટણીઓમાં, ધારાસભ્યો ઉપલા ગૃહના સભ્યોને પસંદ કરવા માટે મતદાન કરશે. મહારાષ્ટ્ર વિધાનસભામાં ૨૮૮ ધારાસભ્યોનું સંખ્યાબળ છે. જો કે, કેટલાક સભ્યોના અવસાનને કારણે અને થોડાક સભ્યો તાજેતરમાં લોકસભામાં ચૂંટાયા છે, સંખ્યા ઘટીને ૨૭૪ થઈ ગઈ છે. ફોમ્ર્યુલા મુજબ, દરેક ઉમેદવારને ચૂંટવા માટે ઓછામાં ઓછા ૨૩ મત મળવા જોઈએ. જો કે, છેલ્લા કેટલાક દાયકાઓમાં, વિધાનસભાની ચૂંટણીઓ પછી અથવા જ્યારે પણ સરકાર વિધાનસભાના ફ્લોર પર વિશ્વાસ મત માંગતી હોય ત્યારે તેમના ધારાસભ્યોને રિસોર્ટમાં સુરક્ષિત રાખવાની વિવિધ રાજકીય પક્ષોની પ્રથા રહી છે. રાજકીય પક્ષો તેમના ટોળાને એકસાથે રાખવા અને હોર્સ ટ્રેડિંગને રોકવા માટે આવા પગલાં અપનાવે છે. આ જ પ્રથા હવે મહારાષ્ટ્રના રાજકીય પક્ષ દ્વારા આગામી વિધાન પરિષદ (વિધાન પરિષદ)ની ચૂંટણી પહેલા અપનાવવામાં આવી રહી છે. આ ક્રોસ વોટિંગની શક્યતાને દૂર કરવા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે ગુપ્ત મતદાન પદ્ધતિ દ્વારા મત આપવામાં આવે છે.
સૂત્રો દ્વારા મળતા અહેવાલ રાજ્યના મુજબ રાજ્યના દિગ્ગજ નેતા શરદ પવારની એનસીપી સિવાય મહાયુતિ અને એમવીએ બંનેના તમામ મુખ્ય ઘટકોએ રિસોર્ટ બુક કરાવ્યા છે અને બુધવાર સુધીમાં તેમના ધારાસભ્યોને ખસેડશે. અજિત પવારની એનસીપીનો મામલો ખાસ કરીને સંવેદનશીલ છે કારણ કે એવા અહેવાલો છે કે તેમની સાથે બળવો કરનારા કેટલાક ધારાસભ્યો શરદ પવાર પાસે પાછા ફરવા માંગે છે. અજિત કેમ્પને ડર છે કે આવા ધારાસભ્યો એમવીએ ઉમેદવારોને તેમના પરત ફરવાના ઇરાદાને સાબિત કરવા માટે ક્રોસ વોટ કરી શકે છે.
Recent Comments