અરવલ્લી જિલ્લાના ભિલોડામાં એક ખાનગી હોસ્પિટલમાં અચાનક જ આગ લાગવાની ઘટના

અરવલ્લી જિલ્લાના ભિલોડામાં એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી. ભિલોડાની દૃષ્ટી હોસ્પિટલમાં અચાનકજ આગની ઘટના સર્જાઈ હતી. જોકે સદનસીબે હોસ્પિટલ બંધ હોવાને કારણે કોઈ જાનહાની થવા પામી નહોતી. જેને લઈ મોટી રાહત થઈ હતી. દૃષ્ટી હોસ્પિટલમાં અચાનક આગને લઈ સ્થાનિકો આસપાસમાંથી દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ માટે ફાયર બ્રિગેડની મદદ પણ લેવામાં આવી હતી. જોકે હોસ્પિટલના સંચાલકના સૂત્રો મુજબ હોસ્પિટલમાં અન્ય ખાસ કોઈ ચીજો નહીં હોવાને લઈ વિશેષ પણ કોઈ નુક્સાન નહીં થયું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં શોટસકિર્ટને લઈ આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે હવે ઘટના અંગે આગ લાગવાનું સ્પષ્ટ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
Recent Comments