વલ્લભીપુર તાલુકાના લોલીયાણા અને કાનપર ગામે પ્રાકૃતિક ખેતી ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઇ

ભાવનગર જિલ્લામા પ્રાકૃતિક ખેતી ક્લસ્ટર બેઝ તાલીમ અંતર્ગત તા. 10/07/2024 ના રોજ વલ્લભીપુર તાલુકાના લોલીયાણા અને કાનપર ગામે કૃતિક કૃષિની ક્લસ્ટર બેઝ તાલીમ યોજવામાં આવી હતી જેમાં વલ્લભીપુર તાલુકાના નોડલ અધિકારી શ્રી જે. એન. પરમાર, વલ્લભીપુર તાલુકાના લાઇઝન અધિકારી શ્રી સી. કે. સાંખટ અને ક્લસ્ટર અધિકારી શ્રી હરસુરભાઈ હુંબલ (આત્મા ) તેમજ પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂતો, ગામના ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાકૃતિક કૃષિના ફાયદા તેમજ પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો વિશે માહિતી આપવામાં આવી હતી. જેમા નોડલ અધિકારી શ્રી જે. એન. પરમાર દ્વારા પ્રાકૃતિક ખેતી પદ્ધતિના સિદ્ધાંતો જેવા કે જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, અચ્છાદન, વાપસા અને મિશ્રપાક પદ્ધતિ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વલ્લભીપુર તાલુકાના લાઇઝન અધિકારી શ્રી સી. કે. સાંખટ દ્વારા જુદા જુદા પ્રાકૃતિક ખેતીના વિવિધ પ્રાકૃતિક અસ્ત્રો વિશે માહિતી આપી. તાલીમને અંતે ખેડૂતને મુંજવતા પ્રશ્નોના નિરાકરણ સાથે ક્લસ્ટર અધિકારીશ્રી હરસુરભાઈ હુંબલ દ્વારા આભાર વિધી કરી તાલીમ પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.
Recent Comments