fbpx
ગુજરાત

બોટાદ જીલ્લામાં કાળુભાર ડેમમાં નવા નીર આવતા ડેમનું લેવલમાં ૧.૨૫ મીટરનો વધારો

બોટાદ જિલ્લાના લોકો માટે, ખાસ કરીને ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર છે કે, કાળુભાર ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. ગઢાળી ગામે કાળુભાર ડેમમાં પાણીની આવક થતાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ડેમમાં નવા નીર આવ્યા છે. ગુજરાતમાં બોટાદ જીલ્લામાં કાળુભાર ડેમનું લેવલ અગાઉ ૫૫.૯૦ મીટર હતું, જે હવે ૫૭.૧૫ મીટર થયું છે અને આવનાર સમયમાં હજી પણ ચોક્કસપણે વધારો થશે જ. વરસાદના કારણે નવા નીર આવતા ડેમમાં પાણીના લેવલમાં ૧.૨૫ મીટરનો વધારો થયો છે. કાળુભાર ડેમ નીચે ૧૪ જેટલા ગામોને સિંચાઈના પાણીનો લાભ મળે છે.

Follow Me:

Related Posts