fbpx
અમરેલી

અમરેલીના નાના આંકડિયા ખાતે પ્રાથમિક શાળાના નવ નિર્મિત બિલ્ડિંગનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાવાવ-વડિયા વિસ્તારના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલીના નાના આંકડિયા ખાતે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા પ્રાથમિક શાળાના નવ નિર્મિત બિલ્ડિંગના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. અંદાજે  રુ.૭૬ લાખથી વધુના ખર્ચે પ્રાથમિક શાળા, નાના આંકડિયાના અદ્યતન સુવિધાસભર બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યુ છે.

  ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રમાં પ્રશંસનીય પરિવર્તન આવી રહ્યું છે. નવી શિક્ષા નીતિમાં બાળકોને કૌશલ્ય નિર્માણની પણ તક મળે છે. બાળકોને શાળા કક્ષાએ કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસરુમ જેવી સુવિધાઓ પણ પ્રાપ્ત થઈ છે. નાના આંકડિયા ખાતે પ્રાથમિક શાળાના નવ નિર્મિત અદ્યતન બિલ્ડિંગમાં રુ. ૫ લાખના ખર્ચે અદ્યતન કોમ્પ્યુટર લેબ બનાવવામાં આવી છે. આ અદ્યતન કોમ્પ્યુટર લેબ શાળાના બાળકોને આધુનિક ટેક્નોલોજી સાથે જોડવાનું માધ્યમ બનશે. ઉલ્લેખનીય છે કે, સ્માર્ટ ક્લાસરૂમની મદદથી બાળકો ડિજિટલ શિક્ષા પણ પ્રાપ્ત કરશે.

નાના આંકડિયા ખાતે પ્રાથમિક શાળાના નવ નિર્મિત બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યુ કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે સુદ્રઢ વ્યવસ્થાઓનું નિર્માણ કરવામાં આવ્યુ છે.  બાળકો સ્માર્ટ ક્લાસરૂમ થકી ટેકનોલોજી સાથે જોડાઇ રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યુ કે, જિલ્લામાં અંદાજે રુ. ૨૦૦ કરોડના પુલના કામોની મંજૂરી મળી છે, વિકાસના આ કામો આગામી સમયમાં તેજ ગતિથી આગળ ધપશે.  

નાના આંકડિયા ખાતે પ્રાથમિક શાળાના નવ નિર્મિત બિલ્ડિંગના લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્યશ્રી, અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કિશોરભાઈ કાનપરિયા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેનના પ્રતિનિધી શ્રી, તાલુકા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેન પ્રતિનિધિશ્રી, અમર ડેરી ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા, નાના આંકડિયા સરપંચ શ્રી, પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી, શિક્ષક શ્રી, બહોળી સંખ્યામાં ગ્રામજનો અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.    

Follow Me:

Related Posts