fbpx
રાષ્ટ્રીય

કેન્દ્ર સરકારે દેશમાં ઈમરજન્સીના દિવસને હવે બંધારણ હત્યા દિવસના રૂપમાં ઉજવવાનો નિર્ણય કર્યો

કેન્દ્ર સરકારે ઈમરજન્સીને લઈને એક મોટો નિર્ણય કર્યો છે. સરકારે દેશમાં ઈમરજન્સીના દિવસને હવે બંધારણ હત્યા દિવસના રૂપમાં ઉજવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે દેશમાં 25 જૂન 1975ના લાગેલી ઈમરજન્સીને લોકતંત્રની આત્માનું ગળું દબાવનાર દિવસ ગણાવ્યો છે. સરકારનું કહેવું છે કે આ દિવસ તે લોકોના યોગદાનની યાદ અપાવશે, જેણે 1975ના આપાતકાલનું અમાનવીય દુખ સહન કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લખ્યું- 25 જૂન 1975ના તત્કાલીન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ પોતાની તાનાશાહી માનસિકતાને દર્શાવતા દેશમાં ઈમરજન્સી લગાવી ભારતીય લોકતંત્રની આત્માનું ગળું દબાવ્યું હતું. લાખો લોકોને કારણ વગર જેલમાં નાખવામાં આવ્યા અને મીડિયાનો અવાજ દબાવવામાં આવ્યો હતો. ભારત સરકારે દર વર્ષે 25 જૂનને બંધારણ હત્યા દિવસના રૂપમાં ઉજવવાનો નિર્ણય કર્યો છે.

આ દિવસ તે બધા લોકોના વિરાટ યોગદાનનું સ્મરણ કરાવશે, જેણે 1975ની ઈમરજન્સીમાં દુખ સહન કર્યું હતું. અમિત શાહે પોતાની એક્સ પોસ્ટની સાથે કેન્દ્ર સરકાર તરફથી જાહેર ગેઝેટ નોટિફિકેશનની પ્રતિ પણ પોસ્ટ કરી છે. ગેઝેટમાં ગૃહ મંત્રાલય તરફથી 11 જુલાઈએ જાહેર થયેલા નોટિફિકેશનનો ઉલ્લેખ છે. તેમાં કહેવામાં આવ્યું કે જ્યારે 25 જૂન 1975ના ઈમરજન્સીની જાહેરાત થઈ હતી, ત્યારબાદ તે સમયની સરકાર દ્વાવા સત્તાનો દુરૂપયોગ કરવામાં આવ્યો અને ભારતમાં લોકો પર અત્યાચાર કરવામાં આવ્યા હતા. અને જ્યારે ભારતના લોકોને ભારતના બંધારણ અને ભારતના લોકતંત્ર પર દ્રઢ વિશ્વાસ છે, તેથી ભારત સરકારે ઈમરજન્સીના સમય દરમિયાન સત્તાના ઘોર દુરૂપયોગનો સામનો અને સંઘર્ષ કરનાર બધા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે 25 દૂનને બંધારણ હત્યા દિવસ જાહેર કર્યો છે અને ભારતના લોકોને, ભવિષ્યમાં કોઈ પણ પ્રકારથી સત્તાના ઘોર દુરૂપયોગનું સમર્થન ન કરવા માટે પુનઃપ્રતિબદ્ધ કર્યાં છે.

Follow Me:

Related Posts