fbpx
ગુજરાત

દહેગામ તાલુકાના જૂના પહાડીયા ગામને રાતોરાત વેચી નાખવાના કેસમાં પોલીસ ચાર આરોપીની દરપકડ કરી

દહેગામ તાલુકાનાં પહાડીયા ગામને વેચી દેવા મામલે પ્રાંત અધિકારી દ્વારા રખિયાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં સબરજીસ્ટ્રારને ગેરમાર્ગે દોરી દસ્તાવેજ રજિસ્ટર્ડ કરવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રેવન્યુ રેકોર્ડ પર મૂળ માલિકનાં નામે ચાલતા હોવાથી વારસાનો લાભ આ જમીન ખુલ્લી હોવાનાં ફોટા બતાવી ખોટી માહિતી આપી વેચાણ દસ્તાવેજ કરાયો છે. જેની દહેગામ પ્રાંત અધિકારીએ ફરિયાદ નોંધાવી છે.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના જૂના પહાડીયા ગામને રાતોરાત વેચી નાખવાના કેસમાં ચાર આરોપીની દરપકડ કરવામાં આવી છે. આ મુદ્દાને લઈને ગ્રામજનોની સાથે પ્રસારમાધ્યમોએ ભારે હોબાળો મચાવતા સચિવાલયમાંથી આદેશો છૂટ્યા હતા અને ગાંધીનગર પોલીસ હરકતમાં આવી ગઈ હતી.

આ કિસ્સામાં ગાંધીનગર પોલીસે અત્યાર સુધીમાં ચાર આરોપી જયેન્દ્ર ઝાલા અને વિનોદ ઝાલાની ધરપકડ કરી છે. જ્યારે ગામ ખરીદનારો અન્ય મુખ્ય આરોપી અલ્પેશ હીરપરા ફરાર છે. તે જસદણનો રહેવાસી છે. પોલીસ સ્ટેશનમાં કુલ આઠની સામે ફરિયાદ નોંધાઈ છે.

દહેગામ તાલુકાના જૂના પહાડિયા ગામ ખોટા દસ્તાવેજો અને બાનાખત કરી પરબાર્યુ વેચી દેવાયુ હતુ. ગામ ખરીદનારા અલ્પેશ હીરપરાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. હાલમાં તો જમીન વેચનાર અને જમીન ખરીદનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. પોલીસ સ્ટેશનમાં કુલ આઠ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓએ દસ્તાવેજમાં અનેક વિગતો છુપાવી હોવાનો પણ પર્દાફાશ થયો છે.

આ કૌભાંડના આરોપીઓએ એકબીજાના મેળાપીપણાથી સમગ્ર ષડયંત્ર રચ્યુ અને આખુ ગામ બારોબાર વેચી માર્યુ હતું. આ સાથે જ આરોપીઓએ દસ્તાવેજમાં અનેક વિગતો છુપાવી હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીઓએ સબ રજિસ્ટ્રાર કચેરીને અંધારામાં રાખીને દસ્તાવેજ કર્યા છે અને દસ્તાવેજના સ્થળ અને સ્થિતિના વર્ણનમાં ખુલ્લી જમીન દર્શાવી હતી.
આ સિવાય સબ રજીસ્ટ્રારને ગેરમાર્ગે દોરનાર સામે પણ ગુનો નોંધાયો છે. જમીનનો દસ્તાવેજ કરવા માટે સબ રજીસ્ટ્રારને ખુલ્લી જમીન બતાવીને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા અને જમીનનો દસ્તાવેજ રજીસ્ટર કરવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલો ધ્યાને આવ્યા બાદ હવે આખરે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.

ઉલ્લેખનીય છે કે દહેગામ તાલુકાના જુના પહાડિયા ગામનો બારોબાર જ સોદો કરવામાં આવ્યો હતો અને જે સર્વે નંબરમાં સમગ્ર ગામ વસ્યુ છે તેને વેચી મારવામાં આવતા ગ્રામજનો અચાનક ભડક્યા હતા અને આક્રોશે ભરાયા હતા. ત્યારે ભડકેલા ગ્રામજનોએ દહેગામ મામલતદાર ઓફિસ ખાતે રેલી સ્વરૂપે સૂત્રોચાર કરીને મામલતદાર અને સબ રજીસ્ટારને આવેદનપત્ર આપ્યું હતું અને દસ્તાવેજ રદ કરવાની માગણી કરી હતી. ત્યારે હવે દહેગામ મામલતદાર સહિતનું તંત્ર હવે હરકતમાં આવ્યું છે અને આ મામલાને લઈને તપાસમાં લાગ્યુ છે.

Follow Me:

Related Posts