અમરેલી નગરપાલિકા વોર્ડ વિસ્તારમાં સતાધારી ભારતીય જનતા પાર્ટીના સતાધીશો દ્વારા પ્રચંડ બહુમતી મળવાના નાતે લોકોની પ્રાથમિક જરૂરીયાત જેવી કે નિયમીત પીવાનું પાણી, સપ્લાય કરવું, નિયમીત લાઈટ, સ્ટ્રીટ લાઈટની સુવિધા ઉપ્લબ્ધ કરી-કરાવી સફાઈ કરાવી, કચરો નિયમીત ઉપાડવા, કોઈપણ પ્રકારની કાર્યવાહી તમામ રીતે નિષ્ફળ ગયેલ છે તે મુજબ તમામ વોર્ડ વિસ્તારમાં નગરપાલિકાની તમામ કાર્યવાહીમાં નિષ્ફળ ગયેલ હોય તે તમામ વિગત છે.
અમરેલી કસ્બાવાડ, વાંજાવાડ, જીવાપરા, ભરવાડવાસ, તાઇવાડા, ખત્રીવાડ જેવા વિસ્તાર તથા મોટી હવેલી વિસ્તાર તથા તમામ વિસ્તારમાં મોટાભાગની સ્ટ્રીટ લાઇટ બંધ હોય અને નિયમીત સફાઈ કામગીરી થતી ન હોય તે તમામ વિગતથી ફરીયાદનું નિરાકરણ નહી કરવામાં આવે તો નગરપાલિકા કચેરી સમક્ષ પ્રતિક ઉપવાસ ધરણા કાર્યક્રમ કરવાની ફરજ પડશે તે તમામ વિગતથી નગરપાલિકાને રજુઆત કરી કરવામાં આવે છે તે મુજબ કોંગ્રેસ પક્ષના અગ્રણી તેમજ પુર્વ પ્રમુખ નગરપાલિકા પ્રમુખ રફીકભાઈ મોગલની રજુઆત માંગણી છે.


















Recent Comments