ગ્રાહકો માં ચંદન જેવી સુવાસ છોડી જનાર લાઠી બેંક મેનેજર ચંદનકુમાર નો વિદાયમાન સન્માન સમારોહ યોજાયો
લાઠી શહેર માં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ના મેનેજર ચંદનકુમાર ની ચલાલા મુકામે બદલી થતા તાલુકા પેન્શનર સમાજ લાઠી દ્વારા તેઓનો વિદાયમાન સન્માન સમારંભ યોજાયો હતો તાલુકા પેન્શનર સમાજ લાઠીના પ્રમૂખ જે.એન. ભાલાળા ની અધ્યક્ષતા માં યોજાયેલ હતો. આ સન્માન સમારંભમાં એસ.બી.આઇ મેનેજર શ્રીની યશસ્વી કામગીરી ને બીરદાવી તેમને અંગ્રેજી ભાષામાં સન્માન પત્ર અર્પણ કરી તેમની વિદાય (ગુડ બાય) અને નવા મેનેજર ને આવકારવા વેલકમ માટે આયોજિત આ કાર્યક્રમમાં કારોબારી ના તમામ સભ્યોએ ઉત્સાહ પૂર્વક હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવેલ હતો..સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન અંગ્રેજી સન્માન પત્રનુ વાચન બાદલભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ તકે બેંક મેનેજર ચંદનકુમાર ને શાલ, પૂષ્પગુચ્છ તથા ગીફટ થી પ્રમૂખ જે એન ભાલાળા તથા કારોબારની ટીમના વરદહસ્તે આપવામા આવેલ ગ્રાહકો માટે ચંદન જેવી સુવાસ છોડી જનાર ચંદનકુમારે ભાવૂકતા સભરનેત્રો સહ તમામને રિટર્ન ગિફ્ટ પાઠવી હદય થી આભાર ની લાગણીઓ વ્યક્ત હતી આ કાર્યક્રમમાં બટુકભાઈ અગ્રાવત, મોહનભાઇ, વિરાભાઇ ગોહિલ, મનસુખભાઇ, ભીખુભાઈ ડેર, એડવોકેટ આર સી દવે બાબૂભાઈ મકવાણા, બટુકભાઈ, ત્રીવેદી ભોગીદાદા, રાણવ વનરા હમીદભાઇ,ભટ્ટ,સાવલિયા સરોજબેન પંડયા, શારદાબેન ખેર,લલિતાબેન દવે વિપૂલભાઇ પનારા ખાસ ઉપસ્થિત રહયાં હતા ગત વાર્ષિક સાધારણ સભામાં સહયોગી મિત્રોને યાદ કરી સન્માનિત કરી કાર્યક્રમ ને અંતે શારદાબેન ખેર તરફથી નાસ્તા નુ સુન્દર આયોજન થયેલ હતું.
Recent Comments