ભાવનગર

શિશુવિહાર બુધસભા ની ૨૨૯૬ મી બેઠક યોજાઇ

ભાવનગર શિશુવિહાર માં વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા ની ૨૨૯૬ મી બેઠક તા.૧૭/૦૭/૨૪ બુધવારના રોજ ડૉ.માનસી ત્રિવેદીના સંચાલનમા મળી. જેમાં સર્જનની પૂર્વ ક્ષણોમાં સંવાદ અંતર્ગત ભાવનગરના જાણીતા કવયિત્રીશ્રી નેહાબેન પુરોહિત  દ્વારા પોતાના ગીત, ગઝલ,સર્જન અને અનુભવ વિશે રસપ્રદ વાતો કરી. પોતાના ગીતોને જીવનમાં રોજબરોજ બનતી ઘટનાઓ સાથે જોડી. તેના સુંદર આલેખનની વાત વિવિધ ઉદાહરણ, મનોભાવ દ્વારા વ્યક્ત કરી હતી .૩૦ જેટલાં ભાવકો અને સાહિત્યપ્રેમીઓ હાજર રહ્યા હતા

Related Posts