લાલી પંજાબી નામના વ્યાજખોરની સુરત પોલીસે ધરપકડ કરી
સુરત પોલીસ દ્વારા લાલી પંજાબી નામના વ્યાજખોરની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યાજખોર અનેક લોકોને વ્યાજે પૈસા આપી ઉંચી ટકાવારીમાં વ્યાજ વસૂલતો હતો. અગાઉ એક ગુનામાં આગોતરા જામીન લઈને હાજર થયો હતો.વધુ એક ગુનો નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે લાલી પંજાબની ઓફિસમાંથી અનેક કોરા ચેક અને ડાયરીઓ કબજે કરી છે. સુરત શહેરના ઉધના વિસ્તારમાં નાણા ધીરધારના લાયસન્સ ધરાવીને તેનો ગેર ઉપયોગ કરી લોકો ને વ્યાજે રૂપિયા આપી પઠાણી ઉઘરાણી કરનાર માથા ભારે ધર્મેન્દ્ર ઉર્ફે લાલીની સુરત ઉધના પોલીસે ધરપકડ કરી છે. આરોપી પાસેથી ૫૭ કોરા ચેક મળી આવ્યા છે એટલું જ નહીં ૧૨ટકા થી લઈ ૧૫ ટકા સુધી વ્યાજ વસૂલતો હતો. ફરિયાદી પાસેથી બે લાખ રૂપિયાની જગ્યાએ આઠ લાખ રૂપિયાની માંગણી કરી રહ્યો હતો. ફરિયાદીએ આરોપી પાસેથી ૨ લાખ વ્યાજે લીધા હતા જેના સામે વ્યાજ ખોરે ૫.૧૫ લાખ રૂપિયા અને કોરા ચેક લીધા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ કરવામાં આવી છે.
Recent Comments