ધોળામાં શ્રી ધનાભગત જગ્યામાં રવિવારે ઉજવાશે ગુરુપૂર્ણિમા ગુરૂપૂજન વંદના સાથે મહાપ્રસાદ આયોજન ધોળા શુક્રવાર તા.૧૯-૭-૨૦૨૪ ધોળામાં ઐતિહાસિક શ્રી ધનાભગત જગ્યામાં રવિવારે ગુરુપૂર્ણિમા પર્વ ઉજવાશે. આ પ્રસંગે ગુરૂપૂજન વંદના સાથે મહાપ્રસાદ આયોજન થયું છે. ગોહિલવાડનાં સુપ્રસિધ્ધ અને ઐતિહાસિક શ્રી ધનાભગત જગ્યામાં ગુરુપૂર્ણિમા પર્વની ભક્તિભાવ સાથે ઉજવણી થશે. ધોળામાં આ સ્થાનમાં રવિવારે સવારે મહંત શ્રી બાબુરામ ભગતનાં નેતૃત્વ સાથે સેવક પરિવારનાં સંકલનથી થયેલાં આયોજન મુજબ ગુરુ પૂજન વંદના થશે. આ પર્વમાં સૌ ભાવિકો દર્શન તથા મહાપ્રસાદ લાભ લેશે.
ધોળામાં શ્રી ધનાભગત જગ્યામાં ગુરુપૂર્ણિમા


















Recent Comments