મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ભાવનગર જિલ્લાની સંભવત: મુલાકાત સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તારીખ ૨૧મી જુલાઈનાં ગુરુપૂર્ણિમાના અવસરે ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે ગુરુઆશ્રમ ખાતે દર્શનાર્થે ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. જે સંદર્ભે આજે જિલ્લા કલેક્ટરશ્રી આર.કે. મહેતાનાં અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી દ્વારા સંબધિત વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે જણાવ્યું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી. એચ. સોલંકી, અધિક નિવાસી કલેકટરશ્રી એન. ડી. ગોવાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments