PM મોદી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર વિશ્વમાં સૌથી વધુ ફોલો કરવામાં આવતા નેતા
ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (ઝ્રઈર્ં) એલોન મસ્કએ શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઠ’ પર વિશ્વમાં સૌથી વધુ ફોલો કરવામાં આવતા નેતા બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. મસ્કે ‘ઠ’ પર એક પોસ્ટમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વમાં સૌથી વધુ ફોલો કરવામાં આવતા નેતા બનવા બદલ અભિનંદન. વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઠ એકાઉન્ટ પર ૧૦ કરોડથી વધુ ફોલોઅર્સ છે. ઠ પર ૧૦ કરોડ ફોલોઅર્સ મળવા પર વડાપ્રધાને એક પોસ્ટમાં કહ્યું હતું કે, ઠ પર ૧૦ કરોડ ફોલોઅર્સ. આ વાઇબ્રન્ટ માધ્યમ પર રહીને અને આકાર, ચર્ચા, આંતરદૃષ્ટિ, લોકોના આશીર્વાદ, રચનાત્મક ટીકા અને ઘણું બધુંનો ભાગ બનીને ખુશ છું. હું ભવિષ્યમાં પણ આ જ રીતે લોકો સાથે જાેડાયેલા રહેવા આતુર છું.
વડાપ્રધાન મોદીની જેમ અન્ય વિશ્વ નેતાઓ કે જેમની મોટી સંખ્યામાં અનુયાયીઓ છે, તેમાં યુએસ પ્રમુખ જાે બાઈડેન (૩.૮૧ કરોડ) અને તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન (૨.૧૫ કરોડ)નો સમાવેશ થાય છે. ઠ ઉપરાંત વડાપ્રધાન મોદી ૧૦૦ મિલિયનથી વધારે સબ્સ્ક્રાઇબર્સ અને ૈંહજંટ્ઠખ્તટ્ઠિદ્બ પર ૯૧ મિલિયનથી વધુ ફોલોઅર્સ સાથે ર્રૂે્ેહ્વી પર પ્રભાવશાળી ઉપસ્થિતિ ધરાવે છે. જાે આપણે દેશના રાજકારણીઓના સોશિયલ મીડિયા ફોલોવિંગની તુલના કરીએ તો પીએમ મોદી તેમના કરતા ઘણા આગળ છે. માહિતી અનુસાર વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ઠ પર ૨૬.૪ મિલિયન ફોલોઅર્સ છે. જ્યાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ૨૭.૫ મિલિયન ફોલોઅર્સ છે, સપા પ્રમુખ અખિલેશ યાદવના ૧૯.૯ મિલિયન ફોલોઅર્સ છે અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીના ૭.૪ મિલિયન ફોલોઅર્સ છે. આ સિવાય લાલુ પ્રસાદ યાદવના ૬.૩ મિલિયન ફોલોઅર્સ છે, તેજસ્વી યાદવના ૫.૨ મિલિયન ફોલોઅર્સ છે, જ્યારે દ્ગઝ્રઁ ચીફ શરદ પવારના ૨.૯ મિલિયન ફોલોઅર્સ છે.
Recent Comments