રાષ્ટ્રીય

ગુરુ પૂણિર્માના અવસર પર યુપીના બુલંદશહેરમાં ગંગા સ્નાન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુની ગાડીમાં આગ

રવિવારે ગુરુ પૂણિર્માના અવસર પર ગંગા સ્નાન કરવા અનુપશહર જઈ રહેલા ભક્તોથી ભરેલી મારુતિ વાનમાં અચાનક આગ લાગી ગઈ. અકસ્માતમાં ૪ મહિલાઓ અને ૫ બાળકો દાઝી ગયા હતા. મળતી માહિતી મુજબ કારમાં સવાર તમામ શ્રદ્ધાળુઓ જહાંગીરાબાદના કાકરાઈ ગામના રહેવાસી હતા.

આ અકસ્માત બાબતે મળતી માહિતી મુજબ, એક ટ્રકે મારુતિ વાનને પાછળથી ટક્કર મારી હતી. આ પછી વાનમાં લાગેલા ઝ્રદ્ગય્માંથી ગેસ લીક થવા લાગ્યો અને થોડી જ વારમાં વાનમાં આગ લાગી. ઘાયલોને પહેલા જહાંગીરાબાદ સીએચસી સેન્ટરમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તેમની ગંભીર સ્થિતિને જોતા તેમને હાયર મેડિકલ સેન્ટરમાં રીફર કરવામાં આવ્યા હતા. જે બાદ ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.

આ અકસ્માત બાદ એક સ્થાનિક શીશપાલ નામના યુવકે જણાવ્યું હતું કે, જહાંગીરાબાદના કકરાઈ ગામના તમામ લોકો ગુરુ પૂણિર્માના અવસર પર ગંગામાં સ્નાન કરવા અનુપશહર જઈ રહ્યા હતા. આ દરમિયાન કારમાં અચાનક આગ લાગી હતી. તેમણે કહ્યું કે આ પછી, તમામ શ્રદ્ધાળુઓને ઉતાવળમાં નીચે લાવવામાં આવ્યા અને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. હાલ તમામ લોકો સુરક્ષિત છે.

Follow Me:

Related Posts