fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં તા.૧લી ઓગસ્ટથી નારી વંદન સપ્તાહની ઉજવણી

અમરેલી જિલ્લામાં તા.૧લી ઓગસ્ટથી નારી વંદન સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી થશે. આ સમગ્ર સપ્તાહ દરમિયાન મહિલા સશક્તિકરણલક્ષી વિવિધ કાર્યક્રમો યોજાશે. આ માટે  અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાએ જિલ્લાની વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓને ફરજ સોંપણીનો હુકમ કર્યો છે.

રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની મહિલાઓ સામાજિક આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે. મહિલાઓના સર્વાંગીય વિકાસ સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય સહિત મહત્વના પરિબળો અને વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ સક્ષમ બને તે હેતુસર તા.૧ ઓગસ્ટથી નારી વંદન સપ્તાહની ઉજવણી થશે.

      અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાનાર આ કાર્યક્રમમાં, તા.૧ ઓગસ્ટે મહિલા સુરક્ષા દિવસ, તા.૨ ઓગસ્ટે બેટી બચાવો બેટી પઢાવો, તા.૩ ઓગસ્ટે મહિલા સ્વાવલંબન દિવસ,  તા.૫ ઓગસ્ટે મહિલા નેતૃત્વ દિવસ,  તા.૬ ઓગસ્ટે મહિલા કર્મયોગી દિવસ, તા.૭ ઓગસ્ટે મહિલા કલ્યાણ દિવસ અને તા.૮ ઓગસ્ટે મહિલા અને બાળ કલ્યાણ દિવસની ઉજવણી કરવામાં આવશે.

આ ઉત્સવમાં પોલીસ, શિક્ષણ, જિલ્લા- તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ, સુરક્ષા સેતુ ટીમ, તાલુકા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, આઈસીડીએસ, જીઆઇડીસી, બેંક, રોજગાર અને તાલીમ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, શ્રમ અને રોજગાર, સમાજ કલ્યાણ, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, કૃષિ અને પશુપાલન સહભાગી બનશે.

Follow Me:

Related Posts