અંદાજે ૨૯૧ મીલીયન ક્યુબીક ફુટ પાણી સંગ્રહ થશે જેના લીધે ચેકડેમની આજુ-બાજુ વિસ્તારમાં સિંચાઇ સાથે ચેકડેમમાં સંગ્રહ થતુ પાણી જમીનમાં ઉતરી આજુ-બાજુ વિસ્તારમાં આવેલ બોર-વેલ, કુવામાં પાણીના તળ ઉપર આવે જેના લીધે ખેડુતો આખા વર્ષ દર્મિયાન પાક લઇ શકે.અમરેલી- અમરેલી-વડિયા-કુંકાવાવ તાલુકાના યુવાન અને જાબાઝ ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાના હૈયે હંમેશા ખેડૂતો અને પ્રજાજનોનું હીત રહેલું છે. અમરેલીના પ્રાણ પ્રશ્ન પાણીના મુદ્દે એક પછી એક વિકાસ કાર્ય કરી અને અમરેલીને પાણીદાર બનાવા કર્તવ્યબદ્ધ ધારાસભ્ય વેકરીયાની ધારદાર રજૂઆતોના પગલે સિંચાઈ વિભાગે અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકામાં એક વિશાળ ચેકડેમના બાંધકામને મંજૂરી આપી છે.
કુંકાવાવ – વડિયા તાલુકાના સનાળી ગામે આવેલી કમુતડી નદી પર મોટા ચેકડેમની માંગણી હતી જેને યોગ્ય પ્લેટફોર્મ પર ઉઠાવી અને કૌશિકભાઈએ રજૂઆત કરી હતી. પ્રજાના પ્રશ્નો માટે દિવસ રાત કર્તવ્યબદ્ધ એવા વેકરીયાની રજૂઆતના પગલે રાજ્ય સરકારના સિંચાઈ વિભાગે અંદાજિત રૂ. ૯૫.૫૪ લાખની માતબર રકમ આ ચેકડેમના નિર્માણ માટે મંજૂર કરી છે.ચેકડેમના નિર્માણની ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરી અને ગુણવત્તાયુક્ત કામો થાય તે માટે નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈએ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી અને સિંચાઈ વિભાગના અધિકારીઓને સત્વરે કામગીરી કરવા સૂચન કર્યુ હતું.
ચેકડેમ નં. ૦૬નું નિર્માણ થતા સનાળી અને આસપાસના ગામના લોકોની પાણીની સમસ્યા દૂર થશે.ચેકડેમમાં અંદાજે ૨૯૧ મીલીયન ક્યુબીક ફુટ પાણી સંગ્રહ થશે જેના લીધે ચેકડેમની આજુ-બાજુ અંદાજે ૨૧ હેક્ટર વિસ્તારમાં સિંચાઇ કરી શકશે અને ચેકડેમમાં સંગ્રહ થતુ પાણી જમીનમાં ઉતરી આજુ-બાજુ વિસ્તારમાં આવેલ બોર-વેલ, કુવામાં પાણીના તળ ઉપર આવે જેના લીધે ખેડુતો આખા વર્ષ દરમિયાન પાક લઇ શકે.અમરેલીની પાણીના પ્રશ્ને સ્થાનિક સોર્સ મજબૂત કરી અને સાથે નવા વિકલ્પો શોધી આત્મનિર્ભર બનાવવાના ધ્યેય સાથે ધારાસભ્ય કૌશિકભાઈ પ્રયત્નશીલ છે. આ જાહેરાત થતાની સાથે જ આસાપસાના વિસ્તારના આગેવાનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે અને પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિને અભિનંદનનો ધોધ વરસાવી રહ્યા છે.


















Recent Comments