fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લામાં ખેલો ઈન્ડિયા સેન્ટર માટે વિવિધ રમતોની પસંદગી પ્રક્રિયાનું આયોજન

રમત ગમતને વિકસાવવા અને દેશમાં સારા ખેલાડીઓને પ્રમોટ કરવાના હેતુથી રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ભારત સરકારમાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા રાજયમાં ખેલો ઈન્ડિયા સેન્ટર માટે ખેલાડીઓની પસંદગી પ્રક્રિયાનું આયોજન સરદાર પટેલ રમત સંકૂલ (સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ), ભાવનગર તેમજ સોનગઢ ગુરૂકુળ, તા.શિહોર, જી.ભાવનગર ખાતે ખેલો ઈન્ડિયા રાઈસિંગ ટેલેન્ટ ઇડેન્ટિફિકેશન (કીર્તિ) ટેસ્ટનું આયોજન કરવામાં આવનાર છે.આ કાર્યક્રમમાં પ્રથમ ફૂટબોલ રમત તા. 30/૦૭/૨૦૨૪ ના રોજ, હોકી રમત તા. ૩1/૦૭/૨૦૨૪ ના રોજ, કબડ્ડી રમત તા. ૦૧/૦૮/૨૦૨૪ ના રોજ, ખો-ખો રમત તા. ૦૨/૦૮/૨૦૨૪ ના રોજ સોનગઢ ગુરૂકુળ, તા.શિહોર, જી.ભાવનગર ખાતે સવારે ૦૭:૩૦ કલાકે યોજાશે. ભાવનગર ખાતે યોજાનાર એથ્લેટીક્સ રમત તા. ૦૩/૦૮/૨૦૨૪ ના રોજ, વોલીબોલ રમત તા. ૦૪/૦૮/૨૦૨૪ ના રોજ, ફૂટબોલ રમત તા. ૦૫/૦૮/૨૦૨૪ ના રોજ સરદાર પટેલ રમત સંકૂલ (સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ), ભાવનગર ખાતે સવારે ૦૭:૩૦ કલાકે યોજાશે.

Follow Me:

Related Posts