આજે (૨૬ જુલાઈ ૨૦૨૪) શુક્રવાર ના રોજ ૨૫માં કારગિલ વિજય દિવસના અવસરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સવારે ૯ઃ૨૦ વાગ્યે કારગિલ યુદ્ધ સ્મારકની મુલાકાત લેશે અને ફરજની લાઇનમાં સર્વોચ્ચ બલિદાન આપનાર બહાદુરોને શ્રદ્ધાંજલિ આપશે. પ્રધાનમંત્રી વચ્ર્યુઅલ રીતે શિંકુન લા ટનલ પ્રોજેક્ટનો પ્રથમ વિસ્ફોટ પણ કરશે. શિંકુન લા ટનલ પ્રોજેક્ટમાં ૪.૧ કિલોમીટર લાંબી ટ્વીન-ટ્યુબ ટનલનો સમાવેશ થાય છે જેનું નિર્માણ નિમૂ-પદુમ-દારચા રોડ પર પર લગભગ ૧૫,૮૦૦ ફૂટની ઊંચાઈએ કરવામાં આવશે, કે જેથી લેહને તમામ વાતાવરણમાં કનેક્ટિવિટી પૂરી પાડી શકાય. એકવાર પૂર્ણ થયા પછી, તે વિશ્વની સૌથી ઊંચી ટનલ હશે. શિંકુન લા ટનલ માત્ર આપણા સશસ્ત્ર દળો અને સાધનોની ઝડપી અને કાર્યક્ષમ હિલચાલને સુનિશ્ચિત કરશે નહીં પરંતુ લદ્દાખમાં આર્થિક અને સામાજિક વિકાસને પણ પ્રોત્સાહન આપશે.
પ્રધાનમંત્રીશ્રી વ્યૂહાત્મક શિંકુન લા ટનલ પ્રોજેક્ટનો પ્રથમ વિસ્ફોટ કરશે આજે ૨૫મા કારગિલ વિજય દિવસ નિમિત્તે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી કારગિલની મુલાકાતે

Recent Comments