fbpx
ગુજરાત

ભાજપ સરકારે વેરાવળની ગ્રાસિમના ૨૮૦ કરોડ માફ કર્યા : પુંજાભાઈ વંશ

સામાન્ય વ્યક્તિ વેરાના રૂપિયા ના ચૂકવે તો પાણીના કનેક્શન કાપી સીલ મારવામાં આવે છે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદમાં પબ્લિક એકાઉન્ટ કમિટીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીના ખાસ કિસ્સામાં ૨૮૦ કરોડ રૂપિયા માફ કરવામાં આવ્યા. ગ્રાસીમ કંપની હિરણ-૨ ડેમના પાણીનો ૧૯૯૯થી ઉપયોગ કરતી હતી જળસંપતિ વિભાગે નક્કી કરેલ દર મુજબ સરકાર કંપનીને પાણીના બિલ આપતી હતી, ૧૯૯૯ થી નવેમ્બર ૨૦૨૩ સુધીના ૪૩૪.૭૧ રૂપિયા પાણીના વસૂલવાના થતા હતા. જાહેર હિસાબ સમિતી સમક્ષ મામલો આવતા કંપની પર બોજો નાખવા ભલામણ કરી હતી. કલેક્ટરે કંપની પર ૨૬૪.૩૭ લાખનો નાખ્યો હતો બોજો મહેસુલી નિયમ મુજબ એકવાર બોજો નાખ્યા બાદ માફ થઈ શકે નહીં પરંતુ ભાજપ સરકારે કંપનીને ફાયદો કરાવવા ખાસ કિસ્સામાં ગ્રાસિમના ૨૮૦ કરોડ માફ કર્યા તેની પાછળ મોટા પાયે ભ્રષ્ટાચાર સ્વરૂપે લેતી-દેતી થઈ હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે.

બનાવની વિસ્તૃત વિગત આપતા તેમણે જણાવ્યું કે ગીર-સોમનાથ સિંચાઈ વિભાગ હેઠળની હિરણ-૨ જળાશયના નીચાણવાળા ભાગમાંથી મે. ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લિ. (ઈન્ડિયન રેયોન) વેરાવળ દ્વારા પાણી વાપરવામાં આવે છે તે અંગે ભરવાનો થતો ચાર્જ કંપની દ્વારા મે-૧૯૯૯ થી નવેમ્બર-૨૦૨૩ સુધી ભરવામાં આવેલ ન હતો. પાણીના વપરાશ પેટે મે-૧૯૯૯ થી માર્ચ-૨૦૨૩ સુધી નોર્મલ વોટર ચાર્જીસ, પેનલ્ટી ચાજિર્સ, નોર્મલ વોટર ચાર્જનું વ્યાજ તથા પેનલ્ટીનું વ્યાજ મળી કુલ રૂ. ૪૩૪.૭૧ કરોડ જેટલી રકમ લેણી નીકળે છે.

મે. ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લિ. કંપની દ્વારા એપ્રિલ-૧૯૯૯થી વિવાદિત સમયગાળા દરમિયાન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના વોટર સેસ મુજબ વપરાશ કરેલ પાણીના જથ્થા મુજબ પાણીદરોની બાકી મુદ્દલ રકમ એકીસાથે એક હપ્તામાં ભરવામાં આવે તો પેનલ્ટી અને વ્યાજની રકમ માફ કરવાની રહે છે તે મુજબનો નર્મદા, જળસંપત્તિ, પાણીપુરવઠા અને કલ્પસર વિભાગ, ગાંધીનગર દ્વારા હુકમ કરવામાં આવેલ. જે અન્વયે સેટલમેન્ટ થયા બાદ મે. ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લિ. દ્વારા રૂ. ૧૫૭.૧૫ કરોડની રકમ ભરવાની થતી હતી અને લગભગ રૂ. ૨૮૦ કરોડ જેટલી રકમ માફ કરવામાં આવેલ છે. મે. ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લિ. એ સરકારની માનીતી કંપની છે કે તેની આટલી મોટી રકમ માફ કરવામાં આવેલ છે ?

પુંજાભાઈ વંશે ભાજપ સરકારના ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે સામાન્ય વ્યક્તિ વેરા પેટે રૂપિયા ના ચૂકવે તો પાણીના કનેક્શન અને સીલ મારવાનું કામ થાય છે. જો સરકારે રૂપિયા માફ કરવાની જગ્યાએ વસૂલ્યા હોત તો પ્રાથમિક સુવિધા, શિક્ષણ અને આરોગ્ય પાછળ ખર્ચ થઈ શક્યો હોત હુકમમાં સ્પષ્ટ ઉલ્લેખ કે આ ર્નિણય ખાસ કિસ્સામાં લેવાયો છે, અન્ય કંપનીઓ માટે આ ર્નિણય લાગુ નહીં પડે ભૂતકાળમાં બોજો નાખેલી રકમ ક્યારેય માફ થઈ નથી. સરકારે આટલી મોટી રકમ કેવી રીતે માફ કરી એની સ્પષ્ટતા થવી જોઈએ જાહેર હિસાબ સમિતીએ પણ રકમ વસૂલ કરવા અહેવાલ કર્યો હતો.

Follow Me:

Related Posts