અમરેલીમાં જિલ્લાકક્ષા બાળ નાટ્ય તથા નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન
અમરેલી જિલ્લામાં બાળ નાટ્ય તથા નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન થશે. જિલ્લાકક્ષાની આ સ્પર્ધાઓમાં ૭ થી ૧૩ વર્ષના બાળકો ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક સંસ્થાઓ કે પ્રાથમિક શાળાઓએ તા.૧૨-૦૮-૨૦૨૪ સુધીમાં અરજી કરવી.રમત ગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની કમિશનરશ્રી યુવક સેવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, અમરેલી દ્વારા આગામી સમયમાં જિલ્લા કક્ષાએ બાળ નાટ્ય તથા નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન થશે. જેમાં ૭ વર્ષ થી ૧૩ વર્ષ સુધીના બાળકો ભાગ લઈ શકશે.
ઉપરોક્ત સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક સંસ્થા કે પ્રાથમિક શાળાઓએ તા.૧૨-૦૮-૨૦૨૪ સુધીમાં પોતાની એન્ટ્રી (પ્રવેશ ફોર્મ) જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક-સી, રૂમ નં ૧૧૦/૧૧૧,અમરેલી ખાતે રુબરુ પહોંચતી કરવી. એન્ટ્રી કરનાર સંસ્થાના સંચાલકશ્રીને સ્પર્ધાના વિગતવાર કાર્યક્રમ વિશે જાણ કરવામાં આવશે. વધુ માહિતી ફોન નં. (૦૨૭૯૨) ૨૨૩૬૩૦ પરથી મેળવી શકાશે, તેમ અમરેલી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments