fbpx
ગુજરાત

સ્થાનિક પરિસ્થિતિનો તાગ મેળવવા કોંગ્રેસના નેતાઓ પ્રજા વચ્ચેસૌરાષ્ટ્રના પૂરગ્રસ્ત જિલ્લાઓની મદદે આવશે કોંગ્રેસ : શક્તિસિંહ ગોહિલ

રાજ્યમાં ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જુનાગઢ જિલ્લામાં અતિવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાઈ છે. કુદરતી આપત્તીમાં નાગરિકોને મદદકર્તા બનવા અને સ્થાનિક પરિસ્થિતિનો તાગ મેળવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે વરિષ્ઠ આગેવાનોનું પ્રતિનિધિ મંડળ મોકલવાનો ર્નિણય કર્યો છે. જે અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર ખાતે અતિ ભારે વરસાદને ધ્યાને લઈ તા. ૨૫ જુલાઈના રોજ કોંગ્રેસ પક્ષના ઉપપ્રમુખ ભીખુભાઈ વારોતરીયા, કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયા અને પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ મુછડીયા અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે.

પોરબંદર જિલ્લાના ઘેડ વિસ્તારમાં અતિ ભારે વરસાદને ધ્યાને લઈ તા. ૨૬ જુલાઈના રોજ કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા ડૉ. ચદ્રિકાબેન ચુડાસમા, પ્રદેશ ઉપપ્રમુખ હિરાભાઈ જોટવા, મહામંત્રી જશવંતસિંહ ભટ્ટી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે. જુનાગઢ જિલ્લામાં ઉપપ્રમુખ શેહનાજ બાબી અને પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોષી કારવા ચોક વિસ્તારની મુલાકાત લેશે.રાજ્યમાં અતિ ભારે વરસાદમાં અસરગ્રસ્તોને સ્થાનિક કક્ષાએ શક્ય મદદ કરવા કોંગ્રેસ પક્ષના કાર્યકરો-આગેવાનોને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે અપીલ કરી છે.

Follow Me:

Related Posts