વિશ્વ સિંહ દિવસ ઉજવણી સંદર્ભે સાસણ ગીરમાં યોજાશે કાર્યશાળા નાયબ વન સંરક્ષક કચેરી દ્વારા આગામી સપ્તાહે આયોજન
વિશ્વ સિંહ દિવસ ૧૦ ઓગષ્ટ ઉજવણી સંદર્ભે આગામી સપ્તાહે સાસણ ગીરમાં કાર્યશાળા આયોજન થયેલ છે. એશિયાઈ સિંહોનાં ક્ષેત્ર ગીર સહિત સમગ્ર વિસ્તારમાં સાવજ પ્રત્યે વિશેષ લગાવ રહેલો છે. સિંહ દિવસ ઉજવણી ૧૦ ઓગષ્ટ સંદર્ભે વન વિભાગ, પ્રકૃતિ પ્રેમીઓ અને અન્યોને પણ ભારે ઉત્સાહ રહેલો છે. આ ઉજવણી સંદર્ભે નાયબ વન સંરક્ષક કચેરી દ્વારા આગામી સપ્તાહે તા.૪ રવિવારે સિંહ સદન, સાસણ ગીરમાં કાર્યશાળા આયોજન થયેલ છે. નાયબ વન સંરક્ષક શ્રી મોહન રામનાં માર્ગદર્શન અને અધિકારીઓનાં સંકલન સાથે થયેલાં આયોજનમાં સંબંધિત જિલ્લાઓનાં શિક્ષણ વિભાગ, પર્યાવરણ પ્રાણીપ્રેમી સંસ્થા સંગઠન પ્રતિનિધિઓ સાથે સિંહ દિવસ જિલ્લા અને તાલુકા સંયોજકો જોડાનાર છે.
Recent Comments