અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ તથા પોલીસ અધિક્ષકનાઓએ પાસા હેઠળ કાર્યવાહી કરતા, ભય જનક વ્યકિતને પાસા હેઠળ જેલમાં ધકેલતી અમરેલી એલ.સી.બી.
ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં જાણીતા ગુનેગારો અને અસામાજીક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓઓ અમરેલી જિલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો ઉપર કડક હાથે કાર્યવાહી કરવા તેમજ શરીર-સબંધી ગુન્હાઓ કરવાની ટેવ વાળા અને ઘાતક હથિયારો સાથે નિર્દોષ નાગરીકોને દાદાગીરી, ધાક ધમકી આપી ઇજાઓ કરી જાહેર વ્યવસ્થા ખોરવતા અને ભયનું સામ્રાજ્ય ફેલાવી આંતક મચાવતાં માથાભારે ઈસમો સામે પાસા-તડીપાર જેવા સખ્ત પગલા લઈ ગુન્હેગારોને કાયદાનું ભાન થાય, તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદઢ બને, તે માટે પાસા- તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓએ ગુનાઓ આચરતા ઇસમ શીવરાજ ઉર્ફે શીવો વાલાભાઈ ધાખડા, ઉ.વ.૩૩, રહે.વડ, તા.રાજુલા, જિ.અમરેલી વિરૂધ્ધ પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્ત તૈયાર કરી, પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, અમરેલીનાઓ તરફ મોકલી આપેલ.
આવા ભયજનક વ્યક્તિની સમાજ વિરોધી અસામાજીક પ્રવૃત્તિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં, અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અજય દહિયા સાહેબનાઓએ ઉપરોકત ઇસમ વિરુધ્ધ પાસાનું વોરંટ ઇસ્યું કરતાં, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા શીવરાજ ઉર્ફે શીવા વાલાભાઈ ધાખડાને પાસા વોરંટની બજવણી કરી, મધ્યસ્થ જેલ, અમદાવાદ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે.
→ પાસા અટકાયતીનો ગુનાહિત ઇતિહાસઃ-
શીવરાજ ઉર્ફે શીવા વાલાભાઈ ધાખડા, રહે.રાજુલા વાળા વિરુધ્ધમાં ખુનની કોશિષ, લુંટ, છેડતી, મારામારી, સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ સહિતના નીચે મુજબના ગુન્હાઓ રજી. થયેલ છે.
(૧) રાજુલા પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૯૬/૨૦૦૬, ઇ.પી.કો. કલમ ૩૨૪ જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ.
(૨) રાજુલા પો.સ્ટે. સે. ગુ.ર.નં.૫૬/૨૦૦૮, ઇ.પી.કો. કલમ ૪૨૭, ૫૦૪, ૫૦૬(૨), ૩૨૩ મુજબ. (૩) રાજુલા પો.સ્ટે. સે. ગુ.ર.નં.૬૨/૨૦૦૯, ઈ.પી.કો. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) વિ. મુજબ.
(૪) રાજુલા પો.સ્ટે. સે. ગુ.ર.નં.૯૧/૨૦૦૯, ઇ.પી.કો. કલમ ૫૦૪, ૫૦૬(૨) મુજબ.
(૫) નાગેશ્રી પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૩/૨૦૧૦, ઇ.પી.કો. કલમ ૩૯૪, ૧૧૪ મુજબ.
(૬) નાગેશ્રી પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૪/૨૦૧૦, ઇ.પી.કો. કલમ ૩૯૪, ૧૧૪ મુજબ.
(૭) નાગેશ્રી પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૧૫/૨૦૧૦, ઇ.પી.કો. કલમ ૩૯૪, ૧૧૪ મુજબ.
(૮) નાગેશ્રી પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૧૬/૨૦૧૦, ઇ.પી.કો. કલમ ૩૯૪, ૧૧૪ મુજબ. (૯) રાજુલા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૮૩/૨૦૧૧, ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ મુજબ.
(૧૦) રાજુલા પો.સ્ટે. સે. ગુ.ર.નં.૦૬/૨૦૧૨, ઇ.પી.કો. કલમ ૫૦૪, ૫૦૬(૨), ૪૨૭ મુજબ.
(૧૧) રાજુલા પો.સ્ટે. સે. ગુ.ર.નં.૨૮/૨૦૧૨, ઇ.પી.કો. કલમ ૫૦૪, ૫૦૬(૨), ૪૨વિ. મુજબ. (૧૨) રાજુલા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૫૧/૨૦૧૨, ઈ.પી.કો. કલમ ૬૬(૧)બી, ૮૫(૧)૩ મુજબ.
(૧૩) ગીર ગઢડા પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૫૩/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૧૮૬, ૩૨૩, ૫૦૪, ૧૧૪ મુજબ. (
૧૪) રાજુલા પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૧૧૭/૨૦૧૬, ઈ.પી.કો. કલમ ૩૯૪, ૫૦૪, ૧૧૪ વિ. મુજબ.
( ૧૫) રાજુલા પો.સ્ટે. ફ. ગુ.૨.નં.૧૧૯/૨૦૧૬, ઇ.પી.કો. કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૫૪, ૫૦૪, ૫૦૬(૨), ૪૨૭, ૪૫૨ તથા જી.પી.એકટ ક. ૧૩૫ મુજબ.
(૧૬) રાજુલા પો.સ્ટે. ફ. ગુ.૨.નં.૦૨/૨૦૧૭, ઇ.પી.કો. કલમ ૩૪૧, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ.
(૧૭) રાજુલા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૩૧/૨૦૧૭, ઇ.પી.કો. કલમ ૩૯૪ ૪૨૭, ૫૦૬(૨), ૩૪ વિ. મુજબ. (૧૮) રાજુલા પો.સ્ટે. ફ. ગુ.૨.નં.૩૨/૨૦૧૭, ઈ.પી.કો. કલમ ૩૨૪, ૫૦૬ (૨) તથા જી.પી.એકટ ક. ૧૩૫
(૧૯) રાજુલા પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૦૭/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૩૦૭, ૩૨૩,૩૪૧, ૪૨૭, ૧૨૦ (બી), ૧૧૪ તથા જી.પી.એકટ ક. ૧૩૫ મુજબ.
( ૨૦) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૧૮/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૩૦૭, ૧૨૦ (બી), આર્મ્સ એકટ કલમ
૨૫(૧)બી એ મુજબ. ૨૧) રાજુલા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૪૬૦/૨૦૧૯, પ્રોહી. કલમ ૬૬બી, ૬૫એઇ,૧૧૬(બી), ૮૧ મુજબ. (
(૨૨) રાજુલા પો.સ્ટે. એ. પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૧૦૫૩૩/૨૦૨૧, ઈ.પી.કો. કલમ ૩૨૩, ૧૮૬, ૩૫૩, ૩૩૨, ૩૩૭, ૨૨૪, ૨૨૫, ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૩૪, ૧૨૦ (બી) મુજબ.
(૨૩) ખાંભા પો.સ્ટે. એ. પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૨૭૨૧૦૨૯૦/૨૦૨૧, ઈ.પી.કો. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨)
તથા એટ્રોસીટી એટક કલમ ૩(૨) (૫)(એ), ૩(૧)(આર) મુજબ. (૨૪) ખાંભા પો.સ્ટે. એ. પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૨૭૨૧૦૨૯૧/૨૦૨૧, ઈ.પી.કો. કલમ ૩૦૭, ૧૮૬, ૫૦૪,
૫૦૬(૨), તથા એમ.વી.એકટ કલમ ૧૮૪ મુજબ. (૨૫) અમરેલી સીટી પો.સ્ટે. ગુ.૨.નં. ૧૧૧૯૩૦૦૩૨૩૦૫૦૬/૨૦૨૩, ઈ.પી.કો. કલમ ૧૮૮ તથા જેલ અધિ.
કલમ ૪૨, ૪૩, ૪૫(૧૨) મુજબ. (૨૬) નાગેશ્રી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૪૦૨૪૦૧૬૮/૨૦૨૪, ઈ.પી.કો. કલમ ૫૦૪, ૫૦૬(૨) મુજબ.
આમ, ગુનાઓ આચરતા ઇસમ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી, જેલ હવાલે કરી, અસામાજિક પ્રવૃતિ કરતા ઇસમો સામે ચેતવણીરૂપ કામગીરી કરેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમના હેડ કોન્સ. દયાબેન
જસાણી તથા પો.કોન્સ. રમેશભાઈ સીસારા દ્વારા કરવામાં આવેલ છે.
Recent Comments