fbpx
અમરેલી

જિલ્લાને ચાંદીપુરા વાયરસથી સુરક્ષિત રાખવા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા પ્રતિબધ્ધ

 રાજ્યમાં ચાંદીપુરા વાયરસનાં કેસો સામે આવી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લામાં આરોગ્યને લગતી આ અંગેની કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય તંત્ર જાગૃત્ત છે.  અમરેલી જિલ્લામાં હજુ સુધી ચાંદીપુરાનો એક પણ કેસ નોંધાયો નથી. અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં સર્વે તેમજ મેલેથીયોન ડસ્ટિંગ પાઉડર છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લાના વિવિધ તાલુકા સ્થળે આવી કામગીરીમાં સતર્કતા દાખવવા ચાંદીપુરાને લગતો કોઈ શંકાસ્પદ કેસ જણાય તો તુરંત જ તે અંગે જિલ્લા પંચાયત આરોગ્ય શાખાને જાણ કરવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લાના ૬૩૦ ગામોમાં કાચા -લીપણવાળા ૧૨,૭૩૭ ઘરોમાં,   આંગણવાડીના  ૧,૨૭૬ કેન્દ્રો તેમજ ૮૬૯ શૈક્ષણિક સંસ્થાઓમાં  મેલેથીયોન ડસ્ટિંગ પાઉડર છંટકાવ કામગીરી પૂર્ણ થઈ છે.

આ સાથે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ચાંદીપુરા વાયરસના સંક્રમણની અગમચેતીના ભાગરુપે અમરેલી જિલ્લાના પ્રજાજનોમાં કોઈ ભય ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃત્તિની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. વિવિધ ગામો, શાળાઓમાં જનજાગૃત્તિ કાર્યક્રમો યોજી લોકોને તકેદારી રાખવા અને સાવચેત રહેવા સમજણ આપવામાં આવી રહી છે.ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાય તો તાત્કાલિક સરકારી દવાખાનાનો સંપર્ક કરવાઅમરેલી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં અનુરોધ કર્યો છે.

Follow Me:

Related Posts